ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉમરેઠ કોર્ટે Ncp પ્રદેશ પ્રમુખને એક વર્ષની સજા ફટકારી - Government Program Protest

ઉમરેઠ કોર્ટે એનસીપી પ્રમુખ જયંત બોસ્કીને 1 વર્ષ ચાર માસની સાદી કેદની સજા ફટકારી છે. એનસીપીના પ્રદેશ પ્રમુખ અને ઉમરેઠ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય જયંત પટેલ સામે વર્ષ 2016માં એક સરકારી કાર્યક્રમમાં કાળા વાવટા ફરકાવવાનો અને શિક્ષકોને માર મારવાનો ગુનો નોંધાયો હતો. જયંત પટેલે જોકે 1,000 રુપિયા ભરીને જામીન મેળવી લીધાં હતાં અને ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગયાં હતાં.

ઉમરેઠ કોર્ટે  Ncp પ્રદેશ પ્રમુખને એક વર્ષની સજા ફટકારી
ઉમરેઠ કોર્ટે Ncp પ્રદેશ પ્રમુખને એક વર્ષની સજા ફટકારી

By

Published : Feb 27, 2021, 5:50 PM IST

Updated : Feb 27, 2021, 7:33 PM IST

  • NCPના પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીને સજા થઈ
  • 2016ના કેસમાં 1.4 વર્ષની ઉમરેઠ કોર્ટે સાદી કેદની સજા કરી
  • સરકારી કાર્યક્રમમાં NCPના કાર્યકરોએ ફરકાવ્યાં હતાં કાળા વાવટા
  • શિક્ષકોને માર મારતાં ઉમરેઠ પો.સ્ટે.માં નોંધાયો હતો ગુનો

આણંદઃ એનસીપી પ્રમુખ જયંત બોસ્કીને ઉમરેઠ કોર્ટે 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. એનસીપીના પ્રદેશ પ્રમુખ અને ઉમરેઠ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય જયંત પટેલ સામે વર્ષ 2016ના એક ગુનામાં ઉમરેઠ કોર્ટે એક વર્ષ ચાર માસની સાદી કેદની સજા ફટકારી છે. જેને લઇ આણંદ જિલ્લાના રાજકારણમાં ભારે ચર્ચાએ વેગ પકડ્યો છે. જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ એનસીપીના ઉમેદવારો ઉમેદવારી કરી રહ્યાં છે ત્યારે પ્રદેશ પ્રમુખને કોર્ટ દ્વારા સજા ફટકારતાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના વાતાવરણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. ઉમરેઠ કોર્ટે 25 ફેબ્રુઆરીએ આ ચુકાદો આપ્યો હતો.

  • 5 વર્ષ પહેલાના કેસમાં રૂ. 1000 ભરી જામીન લીધાં
    મળતી માહિતી અનુસાર વર્ષ 2016ના એક ગુનામાં ઉમરેઠ કોર્ટે એનસી પ્રદેશ પ્રમુખ જયંત પટેલ (બોસ્કી)ને એક વર્ષ અને ચાર માસની સાદી કેદની સજા ફટકારી છે. 2016માં એક સરકારી કાર્યક્રમમાં નિમંત્રણ ન મળતાં તત્કાલીન ધારાસભ્ય જયંત બોસ્કી દ્વારા સમર્થકો સાથે સરકારી કાર્યક્રમમાં જઈ કાળા વાવટા ફરકાવી વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ કાર્યક્રમના આયોજક કોણ છે તેમ કહી સ્થળ પર રાખવામાં આવેલ ખુરશીઓ ઉછાળી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. જે અંગેની ફરિયાદ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. જેમાં ઉમરેઠ કોર્ટે એનસી પ્રદેશ પ્રમુખ સહિત બે વ્યક્તિઓને કસૂરવાર ઠેરવી સજા ફટકારી છે. જે બાદ પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી 1000 રૂપિયા ભરી જામીન પર છૂટ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગણતરીના દિવસો પહેલાં આવેલા આ નિર્ણયને કારણે આણંદ જિલ્લાના રાજકીય માહોલમાં ખૂબ ચર્ચાઓ જોવા મળી હતી.

Last Updated : Feb 27, 2021, 7:33 PM IST

ABOUT THE AUTHOR

...view details