ગુજરાત

gujarat

ETV Bharat / state

એસ પી યુનિવર્સિટીમાં યુજીસીની નવી ગાઈડલાઇન પ્રમાણે એક જ સમયે જુદાજુદા કોર્સમાં એનરોલમેન્ટ મળશે

એસ પી યુનિવર્સિટીમાં યુજીસીની નવી ગાઈડલાઇનના અમલીકરણ માટેના આયોજન હાથ ધરવામાં આવી રહ્યા છે. યુજીસીએ હાયર એજયુકેશન માટે વિદ્યાર્થીઓને મોટી રાહત આપતો નિર્ણય કર્યો છે. જેનાથી એક જ સમયે જુદાજુદા કોર્સમાં એનરોલમેન્ટ થઇ શકે છે. UGC Dual Course Implementation in S P University Anand , Multidisciplinary Education , National Education Policy

એસ પી યુનિવર્સિટીમાં યુજીસીની નવી ગાઈડલાઇન પ્રમાણે એક જ સમયે જુદાજુદા કોર્સમાં એનરોલમેન્ટ મળશે
એસ પી યુનિવર્સિટીમાં યુજીસીની નવી ગાઈડલાઇન પ્રમાણે એક જ સમયે જુદાજુદા કોર્સમાં એનરોલમેન્ટ મળશે

By

Published : Sep 7, 2022, 4:57 PM IST

આણંદવલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ( UGC New Guidelines )ની નવી ગાઇડલાઇનના અમલીકરણ માટેના આયોજન હાથ ધરવામાં આવી રહ્યા છે. યુજીસીએ હાયર એજયુકેશન માટે વિદ્યાર્થીઓને મોટી રાહત આપતો નિર્ણય કર્યો છે. જેમાં વિદ્યાર્થી પોતાની અનુકૂળતા મુજબ હાયર એજયુકેશન ઇન્સ્ટિટયુટ જેવા કે મેનેજમેન્ટ, એજયુકેશન, લો અને એન્જિનીયરીંગ કોલેજમાંથી મલ્ટીપલ કોર્સમાં એન્ટ્રી-એક્ઝિટ અને પુન: તે કોસમાં એડમિશન મેળવવાનું ઓપ્શન ( Multidisciplinary Education ) હશે. એટલે કે વિદ્યાર્થી એક કોર્સમાં ઘણીવાર એનરોલ (UGC Dual Course Implementation in S P University Anand ) થઇ શકશે.

વિદ્યાર્થીને જુદા જુદા સેમેસ્ટરમાં વિકલ્પ મળશેઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓને ઓરીએન્ટેશન અને કાઉન્સિલંગની વ્યવસ્થા સાથે રાજય સરકાર અને યુનિવર્સિટીમાં નવી વ્યવસ્થા લાગુ કરવા માટે પોતાના નિયમ અને નીતિઓ તૈયાર કરવાયુજીસીએ નિર્દેશ ( UGC New Guidelines ) કર્યો છે. નવી નીતિનુસાર વિદ્યાર્થી પોતાની સગવડતાના હિસાબે જુદા જુદા મોડમાં અભ્યાસ કરી શકશે. વિદ્યાર્થી ઇચ્છે તો સેમેસ્ટરમાં ફેસ ટુ ફેસ કલાસરુમ કે ફિઝિકલ કલાસરુમ એટેન્ડ કરી શકે છે. અથવા ઓનલાઇન કોર્સ કરી શકે કે ડિસ્ટન્સ કે ઓપન કોર્સ કરી શકે છે. વિદ્યાર્થીને જુદા જુદા સેમેસ્ટરમાં ત્રણેય મોડમાંથી કોઇ એકને પસંદ કરવાનું પણ ઓપ્શન યુનિ. (UGC Dual Course Implementation in S P University Anand ) દ્વારા આપવામાં આવશે. જેથીએક જ સમયે જુદાજુદા કોર્સમાં એનરોલમેન્ટ થઇ શકશે.

યુજીસીએ દિશાનિર્દેશ જારી કર્યા છેસરદાર પટેલ યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડોક્ટર નિરંજન પટેલે જણાવ્યું હતું કેયુજીસી દ્વારા નેશનલ એજયુકેશન પોલિસી ( National Education Policy ) 2020ના આધારે નવી ગાઇડલાઇન ( UGC New Guidelines )જારી કરવામાં આવી છે. આ નવી શિક્ષણ નીતિ હેઠળ વિદ્યાર્થીને એકથી વધારે કોર્સ કરવાની તક મળશે. બંને કોર્સના સર્ટીફિકેટ માન્ય હશે. યુજીસીએ મલ્ટીપલ મોડના અભ્યાસ માટે જરુરી દિશાનિર્દેશ જારી કર્યા છે. જેને અમલમાં મૂકવા માટે યુનિ.ના (UGC Dual Course Implementation in S P University Anand ) વિષયનિષ્ણાતો, તજજ્ઞો સાથે વિચાર વિમર્શ સહિત આયોજન કરવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details