ગુજરાત

gujarat

ETV Bharat / state

બે રીઢા ચોરોને ઝડપી પાડી લાખોનો મુદ્દમાલ કર્યો જપ્ત, ચોરોની 50 જેટલી ચોરીમાં છે સંડોવણી

કોરોનાના કહેર બાદ જે પ્રમાણે ગુનાખોરીની પ્રવૃત્તિમાં વધારો નોંધાયો છે. તેવામાં આણંદની એક ક્રેડિટ સોસાયટીમાં લાખોની ચોરી થયાનો બનાવ બન્યો હતો. જેનો ભેદ આણંદ પોલીસે ઉકેલી કાઢ્યો છે એને તે સાથે 50 જેટલા ચોરીના ગુનાને અંજામ આપેલા બે આરોપીઓને ઝડપી લીધા છે.

આણંદ
આણંદ

By

Published : Apr 6, 2021, 8:55 PM IST

  • 50 જેટલી ચોરીને આપી ચુક્યા છે અંજામ
  • સુરત, રાજકોટ, વડોદરામાં ફેલાવ્યો હતો આતંક
  • આણંદ પોલીસે 17.48 લાખ જેટલો મુદ્દામાલ કર્યો જપ્ત

આણંદ: ઠક્કર વાડી સામે આવેલા જલારામ મર્કનટાઇલ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં ગત એપ્રિલ માસના પ્રથમ દિવસે જ રાત્રીના સમયે છત પરથી ઓફિસમાં પ્રવેશી 1.41 લાખની ચોરીનો બનાવ બન્યો હતો. ચોર એટલા ચપળ હતા કે, ઓફિસમાં લગાવેલા CCTVનું DVR પણ ચોરી ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ આણંદ ટાઉન પોલીસને થતા આણંદ ટાઉન અને LCB પોલીસની ટીમ બનાવી આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી.

આણંદ પોલીસ

આ પણ વાંચો:લૂંટ કરવાના ઇરાદે જતા બે રીઢા શખ્સોને વાસદ પોલીસે હથિયાર સાથે ઝડપી પાડયા

પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે

આણંદ પોલીસને તાપસ દરમિયાન મળેલી માહિતી અનુસાર, સુરત પાર્સિંગની સફેદ કલરની I10 ગાડીની ઘટનામાં ઉપયોગ થયા અંગેની માહિતી મળતા તે ગાડીને આણંદમાંથી શોધી કાઢી હતી. જેમાં બે લોકોની અટકાયત થઈ છે. જેમની પાસેથી કુલ 14.24 લાખ જેટલી રોકડ સહિત અંદાજીત 17.48 લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા બંન્ને આરોપીઓ રાહુલ તથા વૈભવ અગાઉ પણ અનેક ગુનાહોમાં સંડોવાયેલા છે અને ઘણા ગુનાઓમાં તેમની અટકાયત કરી હોય તેવી માહિતી પણ ઉજાગર થાય છે. જેમાં વર્ષ 2016થી લઈ 2019 સુધી સુરત શહેરમાં 25 જેટલા ચોરીના ગુનાની કબૂલાત કરી છે. આ સિવાય વડોદરા શહેરમાં વર્ષ 2019થી 20 સુધીમાં 6 જેટલી ચોરીઓના ગુના કર્યા હોવાની કબૂલાત કરી છે, હાલ આણંદ પોલીસે આ બન્ને આરોપીઓને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લાખોનો મુદ્દમાલ જપ્ત

આ પણ વાંચો:પાટણ પોલીસે ચોરી કરતી આંતરરાજ્ય ટોળકીને ઝડપી

ABOUT THE AUTHOR

...view details