પોલીસ કર્મચારીઓએ કરી લાંચની માંગણી, LCBએ છટકું ગોઠવતા નાણાં ન સ્વીકાર્યા - LCB detained by doing so
આણંદ જિલ્લાના મોગરના ખેડૂતને જમીનની તકરારમાં ગુનો નહીં નોંધવા માટે પોલીસે લાંચની માંગણી કરી હતી. અમદાવાદ LCBએ લાંચીયા પોલીસને પકડવા વાસદ ચોકડી બ્રીજ પાસે છટકું ગોઠવ્યું હતું. જો કે, PSIના રાઈટર સંજયભાઈ ડામોર અને જમાદાર રણછોડભાઈને છટકાનો ખ્યાલ આવી જતાં પૈસા લીધા નહોતા.
આણંદ એલસીબી
આણંદ: જિલ્લાના મોગરના ખેડૂતે વર્ષ 2010માં ખરીદેલી જમીનના વિવાદમાં ગુનો દાખલ નહીં કરવા માટે પોલીસે રૂપિયા 2.5 લાખની લાંચની માંગણી કરી હતી. જે અંગે LCBએ છટકું ગોઠવી વાસદના PSIના રાઈટર અને જમાદારને ઝડપી પાડીને લાંચની માગણીનો કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બન્ને આરોપીઓને લાંચના છટકાનો અણસાર આવી જતાં તેમણે પૈસા સ્વીકાર્યા નહોતા. પરંતુ LCBએ કાર સાથે આરોપીઓને ઝડપી પાડીને તેમના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.