ગુજરાત

gujarat

ETV Bharat / state

બોરસદ પાસે ગોઝારો અકસ્માત, ઝાડ સાથે કાર અથડાતા 2ના મોત - ક્રિષ્ના હોસ્પિટલ આણંદ

આણંદમાં કંસારા ગામ પાસે ગુરુવારે મોડી રાતે મારુતિ કારને નડેલા ગોઝારા અકસ્માતે બેનો ભોગ લીધો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે કરમસદની શ્રી ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

accident
ગોઝારો અકસ્માત

By

Published : Aug 21, 2020, 5:14 PM IST

આણંદઃ જિલ્લાના બોરસદ પાસેથી પસાર થતા માર્ગ પર ધુવારણના સિંધા પરિવારના સભ્યો મારુતિ સ્વિફટ ગાડી લઇ ગુરુવારે મોડી રાત્રીએ પસાર થતા હતા ત્યારે બોરસદ રાસ રોડ પર આવેલા કંસારા ગામ પાસે આ ગાડીને ગોઝારો અકસ્માત નડ્યો હતો.

ગોઝારો અકસ્માત

આ અકસ્માતમાં રસ્તા પર જતી મારુતિ કાર ઝાડ સાથે ધડાકા ભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઝાડ સાથે અથડાઈને આ ગાડી રોડની સાઈડમાં આવેલા મકાન સુધી ફંગોળાઈ હતી જેમાં ગાડી ના ફુર્જા ઉડી ગયા હતા અને ગાડીમાં સવાર 2 વ્યક્તિઓના ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને શરીરે વધારે ઇજાઈ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિને 108 એમ્બ્યુલન્સ મારફતે કૃષ્ણ હોસ્પિટલ કરમસદમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત નાજુક હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.

ગોઝારો અકસ્માત

સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ મારુતિ કારનો અકસ્માત રસ્તા પર પસાર થતા સ્વાનને બચાવવા જતા થયો હતો. રાત્રીના શાંત વાતાવરણમાં આ અકસ્માતનો એટલો પ્રચંડ અવાજ થયો હતો કે, ગામમાં લોકોને દૂર સુધી તેનો અવાજ સંભળાયો હતો. રાત્રીના સર્જાયેલા આ ભયાનક અકસ્માતમાં ગામના ટોળેટોળાં ભેગા થઈ ગયા હતા. આ સાથે જ બોરસદ પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

ગોઝારો અકસ્માત

કહેવાય રહ્યું છે કે, અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હતાં જ્યારે, એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી સાથે અન્ય એક વ્યક્તિનો ભયાનક અકસ્માત હોવા છતાં આબાદ બચાવ થયો હતો.

ABOUT THE AUTHOR

...view details