ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદમાં દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા - Anand news

આણંદમાં વાસદ પોલીસે વાસદ ચોકડીએ વોચ ગોઠવીને 73500ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપીને વિદેશી દારૂનો જથ્થા આપનાર શખ્સ સહિત કુલ ત્રણ વિરૂધ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

Anand
દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા

By

Published : Jun 25, 2020, 11:49 AM IST

  • વાસદ પોલીસે 73500ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો
  • કાર સહિત કુલ 3,79,500નો મુદ્દામાલ જપ્ત
  • મેડિકલ તપાસ બાદ આરોપીની ધરપકડ

આણંદ : વાસદ પોલીસને બાતમી મળી હતી કે, સુરત તરફથી એક કારમાં વિદેશી દારૂનો જથ્થો સૌરાષ્ટ્ર તરફ જનાર છે. જેના આધારે પોલીસની ટીમ વાસદ ચોકડીએ વોચમાં ગોઠવાઈ ગઈ હતી. તે દરમ્યાન એક ખાનગી કાર આવી ચઢતાં પોલીસે તેને અટકાવી હતી અને તપાસ કરતા કારમાંથી કુલ 73500ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

ત્યારબાદ પોલીસે પકડાયેલા બન્ને શખ્સોના નામ પૂછતા તેઓ ભાવનગર ખાતે રહેતા ઋષિરાજ નિરંજનભાઈ બારોટ અને દેવાંગ દિપકભાઈ પંડ્યા હોવાનું ખુલવા પામ્યું હતુ. તેઓની મેડિકલ તપાસ કરાવ્યા બાદ વિધિવત ધરપકડ કરવામાં આવશે. તેમની પૂછપરછમાં આ વિદેશી દારૂનો જથ્થો ફણસા ગામેથી ઉંમર સિંધી નામના શખ્સે આપ્યો હતો અને સૌરાષ્ટ્ર તરફ લઈ જવામાં આવનાર હતો. જેમાં પોલીસે વિદેશી દારૂ, મોબાઈલ તેમજ કાર સહિત કુલ 3,79,500નો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details