આણંદ :સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે. ત્યારે જિલ્લા કલેકટર આર. જી. ગોહિલ અને જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમારના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે
કોરોના સંકટ : આણંદ જિલ્લામાં 6 કેસ ઉમેરાતા જિલ્લામાં કુલ 23 કેસ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.એમ.ટી.છારીએ જણાવ્યું છે કે, 'કોરોના(COVID 19)ના જિલ્લામાં 23 કેસ પૉઝિટિવ છે. જિલ્લામાં 15 એપ્રિલના બપોરના ૪ વાગ્યા સુધીમાં જિલ્લામાં 229 દર્દીઓના સીઝનલફલુ/કોરોનાના નેગેટીવ રીપોર્ટ આવ્યા હતા. 16 એપ્રિલના 4 વાગ્યા સુધીમાં વધુ 7 દર્દીઓના સીઝનફલુ/કોરોનાના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતા. જિલ્લામાં અત્યારસુધીમાં સીઝનલફલુ/કોરોનાના 236 દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતા. તેમજ જિલ્લાના 1315 વ્યક્તિઓને હોમ ક્વૉરન્ટાઇન હેઠળ, 30 વ્યક્તિઓને સરકારી ફેસીલીટીમાં ક્વૉરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે.'
આજે ખંભાત શહેરી વિસ્તારમાંથી કુલ 5 કેસ પૉઝિટિવ આવ્યા હતા. જેથી ખંભાતમાં કુલ 17 કોરોનાના કેસ થયા છે. આજે મળી આવેલ તમામ પૉઝિટિવ કેસના દર્દીઓ ખંભાતના અલીંગ ચાર રસ્તા વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.
કોરોના સંકટ : આણંદ જિલ્લામાં 6 કેસ ઉમેરાતા જિલ્લામાં કુલ 23 કેસ આ તમામ દર્દીઓની વિગતમાં 3 મહિલા દર્દીઓ જેમની ઉમ્ર અનુક્રમે 60,24 અને 35 વર્ષ છે. તેમજ 2 પુરુષ દર્દીઓ જેઓની ઉમ્ર અનુક્રમે 44 અને 22 વર્ષની છે. આ તમામ કોરોના સંક્રમિત દર્દીઓને આજે સિવિલ હૉસ્પિટલ આણંદ ખાતે આઈસોલેશન વૉર્ડમાં સારવાર હેઠળ મુકવામાં આવ્યા છે. જે તમામની હાલત હાલ સામાન્ય છે.
આજ રોજ ઉમેરઠ તાલુકાના વહોર વાડ ગલીમાંથી 45 વર્ષના પુરુષ દર્દીનો પૉઝિટિવ રીપોર્ટ મળી આવતા તે દર્દીને એન.ડી.દેસાઇ હૉસ્પિટલ નડિયાદ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.
કોવિડ-19 અંતર્ગત આજે જિલ્લામાં 6 કેસ ઉમેરાતા જિલ્લામાં કુલ 23 કેસ મળી થયા છે, જે પૈકી 14 દર્દીઓને સિવિલ હોસ્પિટલ આણંદ ખાતે તેમજ 8 દર્દીઓને કરમસદ ખાતે આવેલ શ્રી ક્રિશ્ના હોસ્પિટલના આઈસોલેશન વૉર્ડમા, તેમજ 1 દર્દીને એન.ડી.દેસાઇ હૉસ્પિટલ નડિયાદ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જેમાંથી 5 દર્દીઓ O2 ઉપર અને 18 દર્દીઓ સામાન્ય હાલતમાં છે. કોઇપણ દર્દી વેન્ટીલેટર સપોર્ટ કે ક્રિટિકલ સ્થિતિમાં નથી.
આ તમામ વિસ્તારમાં આરોગ્યની ટીમો દ્વારા સેનિટાઇઝેશન અને સર્વેલન્સની કામગીરી દૈનિક હાથ ધરવામાં આવેલી છે. હોમ ક્વૉરન્ટાઇન તમામ વ્યક્તિઓની દરરોજ આરોગ્ય તપાસ / ફોલોઅપની કામગીરી આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવે છે. જે અન્વયે કોઇપણ શંકાસ્પદ દર્દી જણાય તો તાત્કાલિક ઘોરણે સેમ્પલ લઇ તપાસ માટે મોકલી આપવામાં આવતા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ ઉમેર્યુ હતુ.