- કોરોનાના ઘટતા કેસોને લઈને રાજ્ય સરકારનો નિરણય
- આણંદ જિલ્લામાં 15 જુલાઈથી ટ્યૂશન ક્લાસીસ શરૂ કરાશે
- સરકારની નિયત SOP અનુરૂપને અનુરૂપ ક્લાસીસ શરૂ કરવા આદેશ
આણંદ : કોરોનાની બીજી લહેર કાબુમાં આવતા સરકાર દ્વારા ટ્યૂશન ક્લાસીસ ( Tuition Classes ) ખોલવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યમાં ટ્યૂશન ક્લાસીસ કોરોનાની ગાઇડલાઇન ( Corona Guidelines ) ને ધ્યાને રાખીને 15 જુલાઈથી શરૂ કરવામાં આવશે. અત્યાર સુધી તમામ ટ્યૂશન ક્લાસીસમાં ઓનલાઇન શિક્ષણ (Offline Education ) આપવામાં આવતું હતું, પરંતુ સરકારના આ નિર્ણય બાદ વિધાર્થીઓ ઓફલાઇન શિક્ષણ આપવામાં આવશે.
આ પણ વાંચો:રાજકોટમાં ટ્યૂશન ક્લાસ 50 ટકા કેપેસિટી સાથે 15 જુલાઈ શરૂ થશે
પર્સનલ કોચિંગ પણ પર થયા હતા બંધ
સામાન્ય રીતે શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ્યારે કોઈ ચોક્કસ વિષયમાં અભ્યાસ માટે મુશ્કેલી પડતી હોય છે, ત્યારે વિદ્યાર્થી જે તે વિષયમાં વધુ મહેનત કરવા માટે પર્સનલ કોચિંગ બંધાવતા હોય છે. આથી, શાળા સાથે પર્સનલ કોચિંગ પણ વિધાર્થીઓને સારૂ પરિણામ મેળવવા માટે મદદરૂપ થઇ શકે છે. માર્ચ 2020 માં લોકડાઉન લાગુ થયા બાદ વિદ્યાર્થીઓ માટે શાળા સાથે પર્સનલ કોચિંગ પણ બંધ રહ્યા છે.