ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદમાં ભાજપની જીતની ખુશી સાથે દુ:ખદ ઘટના-સક્રિય કાર્યકરનું અવસાન - દિલીપસિંહ પઢિયાર

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામો જાહેર થઈ રહ્યા છે, ત્યારે આણંદ જિલ્લામાં ભાજપની જીત દુ:ખદ ઘટનામાં પરિણમી છે. આંકલાલ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકરનું અવસાન થયું છે.

સક્રિય કાર્યકરનું અવસાન
સક્રિય કાર્યકરનું અવસાન

By

Published : Mar 2, 2021, 6:44 PM IST

  • ભાજપ જીતની ખુશી દુ:ખદમાં પરિણમી
  • ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકરનું અવસાન
  • હ્રદયરોગનો હુમલો થતાં થયું અવસાન

આણંદ:સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામો જાહેર થઈ રહ્યા છે. આણંદ જિલ્લામાં ભાજપની જીતના સમાચારથી લોકો ખુશ છે તો બીજી તરફ દુ:ખની પણ લાગણી જોવા મળી રહી છે. કારણ કે, આંકલાલ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર દિલીપસિંહ પઢિયારનું અવસાન થયું છે.

ભાજપ તાલુકા કિસાન મોરચાના હોદ્દેદાર હતા

દિલીપસિંહ પઢિયારને હ્રદયરોગનો હુમલો આવતા અવસાન થયું છે. ભાજપમાં જીતની સાથે-સાથે દુ:ખનું પણ વાતાવરણ જોવા મળી રહ્યું છે. દિલીપસિંહ ભાજપ તાલુકા કિસાન મોરચાના હોદ્દેદાર હતા. 35 વર્ષીય દિલીપસિંહનું અવસાન થતાં સાસંદ મિતેષ પટેલ મૃતકના ઘરે જવા નીકળ્યા છે.

ABOUT THE AUTHOR

...view details