ગુજરાત

gujarat

ETV Bharat / state

દેવગઢ બારીયા જેલમાંથી 13 આરોપીઓને ભગાડી જનારા માસ્ટર માઇન્ડ સહિત ત્રણ ઝડપાયા - who helped to 13 accused to escaping from Devgadh Baria Jail

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતેની જેલ તોડી 13 ખુંખાર કેદીઓને ભગાડી જવાના ગુનાનો માસ્ટર માઇન્ડ સહતિ ત્રણ રીઢા ખૂંખાર આરોપીને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે. આણંદ જિલ્લાના વાસદ ગામ પાસેથી પકડાયેલા ત્રણેય ખૂંખાર આરોપીઓની ઘનિષ્ક પુછપરછમાં હત્યા, ધાડ, લૂંટ અને ચોરી સહિતના 66 જેટલા ગંભીર પ્રકારના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીઓની વધુ તપાસ અર્થે પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે, તેમજ નાસતા ફરતા આ ત્રણેય આરોપીઓના સાગરીતોને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા
આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા

By

Published : Mar 24, 2021, 10:24 PM IST

  • આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા
  • દેવગઢ બારીયા જેલમાંથી 13 આરોપીઓને ભગાડી જનારો ઝડપાયો
  • હત્યાં, ધાડ, લુંટ અને ચોરી સહિતના 66 જેટલા ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલાયો

આણંદઃ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે, ગત વર્ષે 2020ના બહુચર્ચીત દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતેની જેલ તોડી 13 ખુંખાર કેદીઓને ભગાડી જવાના ગુનાનો માસ્ટર માઇન્ડ કિશન તેના સાગરીતો મારફતે આજુબાજુના વિસ્તારોમાં ધાડ-લૂંટ તેમજ ચોરીઓના ગુનાઓ આચરી રહ્યો છે. જે અન્વયે LCB પોલીસ દ્વારા હ્યુમન ટેકનીકલ ઇન્ટેલીજન્સની મદદથી માહિતી મેળવી તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. જે અંતર્ગત મંગળવારના રોજ હકિકત મળેલી કે, કિશન ઉર્ફે કેશન અબરૂભાઇ સંગોડ તથા તેની ગેંગમાં કામ કરતો માજુ હીમાભાઇ ભાભોર બંન્ને સાથે રહી લૂંટ, ધાડના ગુનાઓ કરી હોળીના તહેવાર હોવાથી હાલ કાઠીયાવાડથી આણંદ જિલ્લાના વાસદમાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગતરોજ વાસદ બસ સ્ટેન્ડ નજીક બ્રીજ નીચે વોચ ગોઠવી હતી.

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા

પોલીસે વોચ ગોઠવી ઝડપી પાડ્યા

પોલીસની વોચ દરમિયાન જિલ્લાના તારાપુર તરફથી એક ઓટો રીક્ષા વાસદ બસ સ્ટેન્ડ નજીક આવી હતી. આ રીક્ષામાથી ત્રણ લોકો ઉતરી બસ સ્ટેન્ડ બાજુ જતા હતા. ત્યારે પોલીસે તેઓને કોર્ડન કરી પકડી લીધા હતા. પોલીસે આ ત્રીપુટીના નામ ઠામ અંગે પુછ પરછ કરતા કિશન, માંજુભાઈ ભાંભોર, મનુભાઇ મસુલાભાઇ મોહનીયા હોવાની ઓળખ આપી હતી. પોલીસે તેઓને અંગઝડતી લેતા તેઓની પાસેથી રોકડ રૂપિયા, કાંડા ઘડીયાળ, કટર તથા છીણી જેવી શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી. પોલીસે આ વસ્તુઓના બીલ કે આધાર પુરાવા માગતા આ ત્રણેય શખ્શો પોલીસને કોઇ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા, જેથી પોલીસે ત્રણેયની સી.આર.પી.સી. કલમ 41(1)ડી,102 મુજબ અટકમાં લઈ સઘન પુછપરછ હાથ ધરતા કેટલીક ચોકાવનારી વિગતો પ્રકાશમા આવી છે.

આ પણ વાંચોઃ દેવગઢબારિઆમાં જેલ તંત્રની બેદરકારી આવી સામે, 2 કેદી દિવાલ કુદી ફરાર

લોકલ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની કરી પૂછપરછ

આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચના PI પી. એ. જાદવે પકડાયેલી ત્રિપુટી પૈકી કિશનની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, ગયા વર્ષે લોકડાઉન દરમિયાન કિશનના ગામનો લસુ જે દેવગઢ બારીયા જેલમાં હતો તેની સાથે રામસીંગના ફોનથી વાત થયેલી જેમાં લસુએ કિશનને જણાવ્યું કે લોકડાઉનના લીધે કોર્ટમાં તારીખે જવાતું નથી એટલે જેલમાંને જેલમાં લસુ, ગબી તથા રાકેશ બધા કંટાળી ગયા છીએ, જેથી કિશને લસુને જણાવ્યું કે તમો બધા જેલની બેરેકનુ તાળુ તોડી બહાર આવી શકો તો હું અને રામસીંગ દોરડુ લઇને તમને બહારથી મદદ કરવાનું નક્કી કરી સંપુર્ણ આયોજન કર્યું હતું.

દેવગઢ બારીયા જેલમાંથી 13 આરોપીઓને ભગાડી જનારા માસ્ટર માઇન્ડ સહિત ત્રણ ઝડપાયા

આ પણ વાંચોઃ દાહોદ સબ જેલમાંથી કેદી ફરાર મામલો, મુખ્ય સૂત્રધાર પોલીસના હાથે

પોલીસ તપાસમાં અનેક ચોકાવનારી વિગતો સામે આવી

વધુમાં આરોપીએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે, લસુને બીજા દિવસેજ આ કામ પતાવવા માટે વાત કરેલી અને ગત તા. 30/4/2020 દિવસે કિશન તથા રામસીંગ મહેતાળ બંજોએ દેવગઢ બારીયાથી 70 મીટર દોરડાની ખરીદી કરી અને તે લઇ બંન્ને જેલની બહાર આજુબાજુમાં રાત્રીના રહેલા અને મોડી રાત્રીના લસુ જોડે ફોનથી વાત થઈ હતી અને જેલની દિવાલની નજીક આવી જવા જણાવ્યું હતું અને રસ્તાને થોડા થોડા અંતરે ગાંઠો મારી કિશન જેલની દિવાલ કુંડીને જેલના કોટ ઉપર રસ્સો લઇને ચડી ગયો હતો અને એક છેડો જેલની અંદર નાખી રસ્સાને લાખંડની અંગેલ સાથે બાંધી જેલમાંથી કુલ-13 જેટલા આરોપીઓને કિશને જેલમાંથી ભગાડ્યા હોવાની કબૂલાત કરતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. પોલીસે આ હકિકત બાબતે ખાત્રી તપાસ કરતાં દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હોવાનુ જાણવા મળ્યુ હતુ. આ ગુનામાં કિશન વોન્ટેડ હોવાની વિગત પણ પ્રકાશમાં આવી છે. દેવગઢબારીયા જેલમાંથી મર્ડર, ધાડ-લુંટ, હથીયાર વિગેરેના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ખુંખાર 13 આરોપીઓને પુર્વયોજીત કાવતરૂ રચી જેલમાંથી ભગાડી જનાર મુખ્ય સુત્રધાર પણ કિશન ઉર્ફે કેશન સંગોડ હોવાની ચોકાવનારી વિગત પોલીસ તપાસમાં ઉજાગર થઈ છે.

ABOUT THE AUTHOR

...view details