ગુજરાત

gujarat

ETV Bharat / state

વિશ્વના વૈજ્ઞાનિકોના રેન્કીંગમાં સરદાર પટેલ યુનિવર્સિટીના ત્રણ વૈજ્ઞાનિકોએ મેળવ્યું સ્થાન - પ્રોફેસરોએ યુનિ. સહિત ચરોતરનું ગૌરવ વિશ્વસ્તરે વધાર્યુ

વિશ્વમાં વિજ્ઞાનના વિવિધ વિષયોમાં પોતાની આગવી સૂઝબુઝ અને સંશોધન થકી અનેક વૈજ્ઞાનિકો, પ્રોફેસરોએ વિદ્યાર્થીઓ માટે, નવા સંશોધકો માટે નવા આયામોના દ્વાર ખોલ્યા છે. તાજેતરમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા સાયન્સના વિવિધ વિષયોના વિશ્વના વૈજ્ઞાનિકોનું રેન્કીંગ પ્રસિદ્વ કરાયું છે.

Anand
આણંદ

By

Published : Nov 5, 2020, 12:34 PM IST

  • સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા વિશ્વના વૈજ્ઞાનિકોનું રેન્કીંગ પ્રસિદ્વ
  • સ.પ (સરદાર પટેલ) યુનિવર્સિટીના ત્રણ વૈજ્ઞાનિકોએ મેળવ્યું સ્થાન
  • પ્રોફેસરોએ યુનિ. સહિત ચરોતરનું ગૌરવ વિશ્વસ્તરે વધાર્યુ

આણંદ : વિશ્વમાં વિજ્ઞાનના વિવિધ વિષયોમાં પોતાની આગવી સૂઝબુઝ અને સંશોધન થકી અનેક વૈજ્ઞાનિકો, પ્રોેફેસરોએ વિદ્યાર્થીઓ માટે, નવા સંશોધકો માટે નવા આયામોના દ્વાર ખોલ્યા છે. તાજેતરમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા સાયન્સના વિવિધ વિષયોના વિશ્વના વૈજ્ઞાનિકોનું રેન્કીંગ પ્રસિદ્વ કરાયું છે. આ પ્રસિદ્વ થયેલ ટોપના 2 ટકા રેન્ક વૈજ્ઞાનિક વિશ્વના અને ભારતમાં વિષય પ્રમાણે સાયન્સ્ટીફિક ફિલ્ડમાં સ.પ.યુનિ. વિદ્યાનગરના પ્રો. એન.વી.શાસ્ત્રી, પ્રો. દત્તા મદામવાર તથા પ્રો. (નિવૃત) એલ.એમ. મનોચાનો સમાવેશ કરાયો છે. વિશ્વસ્તરે ટોચના વૈજ્ઞાનિક તરીકેની નામના મેળવીને ત્રણેય પ્રોફેસરોએ યુનિ. સહિત ચરોતરનું ગૌરવ વિશ્વસ્તરે વધાર્યુ છે.

27 સાયન્સ્ટીફીક ફિલ્ડ અને 176 સબ ફિલ્ડસ પસંદ

ઉલ્લેખનીય છે કે, સ્ટેનફોર્ડ યુનિ. દ્વારા આ એનાલીસીસ 1.50 લાખ વૈજ્ઞાનિકોના ડેટા બેઝ પરથી તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં પેરામીટર તરીકે સ્ટાન્ડર્ડરાઇઝ સાઇટેશન ઇન્ડીકેટર્સ જેમાં એચ-ઇન્ડેકસ અને સી-સ્કોર કોમ્પોઝીટ ઇન્ટીકેટર કેરીયર લોન્ગ ઈમ્પેકટ સાઇટેશન 'સ્કોપ્સ' ગણતરીમાંથી લેવાયું હતું. કેરીયર લોન્ગ ઇમ્પેકટ અને કેલેન્ડર ઇયરના ઇમ્પેકટને પેરામીટર તરીકે ધ્યાને લેવાયા હતા. કુલ 27 સાયન્સ્ટીફીક ફિલ્ડ અને 176 સબ ફિલ્ડસ સમગ્ર વિશ્વમાંથી પસંદ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સમગ્ર રેન્કર્ડ રીસર્ચ સ્કોલરમાં ગુજરાતની યુનિવર્સિટીઓ પૈકી એમ.એસ. યુનિવર્સિટીમાંથી 1, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાંથી 2 અને સ.પ.યુનિવર્સિટીમાંથી કુલ 3 વૈજ્ઞાનિકોને આ બહુમાન પ્રાપ્ત થયું છે.

વિશ્વના વૈજ્ઞાનિકોના રેન્કીંગમાં સરદાર પટેલ યુનિવર્સિટીના ત્રણ વૈજ્ઞાનિકોએ મેળવ્યું સ્થાન
પ્રો.એન.વી.શાસ્ત્રી : વિશ્વસ્તરે કેમિકલ એન્જિ. સાયન્સ્ટીફી ફિલ્ડમાં રેન્કસ્ટેનફોર્ડ યુનિ. દ્વારા પ્રસિદ્વ થયેલ ટોપ 2 ટકા રેન્કડ વૈજ્ઞાનિક વિશ્વના અને ભારતમાં વિષય પ્રમાણે સાયન્ટીફીક ફિલ્ડમાં સ.પ.યુનિવર્સિટીના અનુસ્નાતક કેમેસ્ટ્રી વિભાગના પ્રો. એન.વી. શાસ્ત્રીને 791 મો રેન્ક, વિશ્વમાંથી કેમિકલ એન્જિનિયરીંગ સાયન્સ્ટીફીક ફિલ્ડ ખાતે રેન્ક મળી છે. આ માટે ભારતના 44 વૈજ્ઞાનિકોની પસંદગી થઇ હતી. પ્રો. શાસ્ત્રીનું રીસર્ચ ઇન્ટરેસ્ટ થર્મોફીઝીકલ પ્રોપર્ટીઝ ઓફ નોનએકટીંગ કેમિકલ સીસ્ટમ્સ રહ્યું છે. જે કેમિકલ રીએકટર્સની ડીઝાઇન માટે મદદરૂપ થાય છે. પ્રો.શાસ્ત્રીએ કોલાઇડલ આસ્પેકસ ઓફ સોફટ મેટર માટે પણ કામ કર્યુ છે.પ્રો.દત્તા મદામવાર : વિશ્વના સાયન્ટીફીક બાયોટેકનોલોજી ફિલ્ડમાં રેન્કસ.પ.યુનિવર્સિટીના અનુસ્નાતક બાયોસાયન્સિસ વિભાગના પ્રો.દત્તા મદામવાર વિશ્વના સાયન્ટીફીક બાયોટેકનોલોજી ફિલ્ડના 749 રેન્કથી તથા જેમાં ભારતમાં કુલ 42 વૈજ્ઞાનિક હતા. પ્રો. દત્તા મદામવારનો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ માઇક્રોબિઅલ ડાઇવરસીટી એન્ડ બાયો રેમીડીએશન (શુદ્વતા કરવા) અને બેકટેરીઅલ બાયોટેકનોલોજી વિષય હતો.પ્રો.એલ.એમ. મનોચા : મટીરીયલ્સ સાયન્સ ફિલ્ડમાં રેન્કસ.પ.યુનિવર્સિટીના અનુસ્નાતક મટીરીયલ્સ સાયન્સ વિભાગના નિવૃત પ્રો.એલ.એમ.મનોચાને પણ બહુમાન પ્રાપ્ત થયું છે. તેઓની મટીરીયલ સાયન્સ ફિલ્ડમાં 2432 રેન્કથી વિશ્વામાં અને 132 વૈજ્ઞાનિકો ભારતમાંથી પ્રતિભાગી હતા. પ્રો.મનોચાનો એરિયા ઓફ રીસર્ચ ઇન્ટરેસ્ટ કાર્બન, કાર્બન કોમ્પોઝીટ ફોર હાઇ એનર્જી મટીરીયલ્સ રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details