ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદમાં કોરોનાના વધુ 3 કેસ સામે આવ્યા, આરોગ્યની ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વે કામગીરી હાથ ધરાઇ - aanad latest news

આણંદ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જેમા વધુ 3 કેસ સામે આવ્યા છે. જેને લઈ આણંદ નગરપાલિકા અને આરોગ્ય વિભાગની ટીમો આશાનગરમાં દોડી ગઈ હતી અને કોરોના પોઝિટિવ દર્દીના મકાન તેમજ આસપાસના મકાનોમાં સેનેટાઈઝિંગ કર્યું હતું. જેને લઇને આરોગ્યની ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વે કામગીરી હાથ ધરાઇ હતી.

આણંદમાં કોરોનાના વધુ ત્રણ કેસ સામે આવ્યા, આરોગ્યની ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વે કામગીરી હાથ ધરાઇ
આણંદમાં કોરોનાના વધુ ત્રણ કેસ સામે આવ્યા, આરોગ્યની ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વે કામગીરી હાથ ધરાઇ

By

Published : Jun 11, 2020, 9:41 PM IST

આણંદઃ જિલ્લામા કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જિલ્લામા વધુ 3 કેસ સામે આવ્યા છે. જેમા ઉમરેઠ, તારાપુર અને આણંદમાથી એક-એક કેસ મળી આવ્યા હતા. જિલ્લામાં નોંધાયેલા કેસમાં 4 દર્દી અમદાવાદની ખાનગી હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડવામા આવ્યા છે, જ્યારે અન્ય બે દર્દીર્ઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં સારવાર અર્થે શ્રી ક્રિષ્ના હોસ્પિટલ કરમસદ ખાતે ખસેડવામાં આવ્યા છે.

આણંદમાં કોરોનાના વધુ ત્રણ કેસ આવ્યો સામે, આરોગ્યની ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વે કામગીરી હાથ ધરાઇ
આણંદ શહેરમાં સલાટીયા રોડ ઉપર આવેલા આશાનગરમાં રહેતા 26 વર્ષીય યુવકનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જેને લઈ આણંદ નગરપાલિકા અને આરોગ્ય વિભાગની ટીમો આશાનગરમાં દોડી ગઈ હતી અને કોરોના પોઝિટિવ દર્દીના મકાન તેમજ આસપાસના મકાનોમાં સેનેટાઈઝિંગ કર્યું હતું. તેમજ સમગ્ર વિસ્તારમાં આરોગ્યની ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
આણંદમાં કોરોનાના વધુ ત્રણ કેસ આવ્યો સામે, આરોગ્યની ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વે કામગીરી હાથ ધરાઇ

જ્યારે બીજી તરફ લાલપુરા ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મચારી અર્જુનસિંહ ચૌહાણને ગત તારીખ 5 જૂનથી કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેઓનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે.

આરોગ્ય વિભાગની ટીમો દ્વારા તેઓના મકાન તેમજ આસપાસના વિસ્તારને સેનીટાઈઝ કરવાની કામગીરી હાથ ધરી હતી, ત્યારે તારાપુરમા પ્રથમ કેસ નોધાતા તંત્ર હાલ ઘોર નિંદ્રામા હોય તેવું દેખાઇ રહ્યું છે. તારાપુરના બજાર વિસ્તારમાથી કોરોના પોઝિટિવ કેસ મળી આવવા છતા અહીના સ્થનિકોમા સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો છે. તેમજ મોં પર માસ્ક બાધ્યાં વગર લોકો ખુલ્લેઆમ બજારમા ફરતા નજરે પડી રહ્યા છે. તંત્ર દ્વારા જો કોઇ યોગ્ય પગલા નહિ લેવામા આવે તો આવનાર સમયમા કોરોનાની સ્થીતી વધશે તેમ દેખાઇ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details