ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદમાં કોરોનાના 3 દર્દી સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ

આણંદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કોવિડ-19ના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો હતો. જિલ્લામાં કુલ 25 કેસ નોંધાયા હતા. જેના લીધે આણંદની જનતામાં ભયનો માહોલ સર્જાયો હતો. તે વચ્ચે આણંદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 3 દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવતાં નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આણંદ
આણંદ

By

Published : Apr 17, 2020, 4:17 PM IST

આણંદ : જિલ્લામાં કોવિડ-19 ના દર્દીઓમાં સતત વધારો થતો હતો. ત્યારે આજે આણંદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ ત્રણ દર્દીનો રિપોર્ટ નોર્મલ આવતા આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આ 3 દર્દીઓની તબિયત સ્વસ્થ જણાતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારે આણંદ કલેકટર આર.જી ગોહિલ જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમાર તથા આણંદના એસ.પી હોસ્પિટલમાંથી રજા લઈ રહેલ દર્દીઓને અભિનંદન આપવા આવ્યા હતા.

આણંદમાં કોરોનાના 3 દર્દી સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ
આણંદ જિલ્લા કલેકટર આર.સી ગોહિલે જણાવ્યું હતું કે, જિલ્લામાં કુલ અત્યારે 25 કેસ કોડીનારના સામે આવા પામ્યા છે. જેમાંથી 3 દર્દીઓ સ્વસ્થ જણાતા તેમને આણંદ સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જેમાં હાડગુડ ગામના બે દર્દીઓ મહેબૂબ અલી સૈયદ તથા રઈસ ખાન પઠાણ તથા નવાખલની એક મહિલા સલમાબેન ચૌહાણનો રિપોર્ટ નોર્મલ આવતા તેઓને સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અન્ય દર્દીઓની પણ હાલત અત્યારે સામાન્ય હોવાનું કલેક્ટર આર.જી ગોહિલે જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details