ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતનો આ જિલ્લો ટૂંક સમયમાં બનશે વિશ્વ વિક્રમનો સાક્ષી, અનેક સમાજને થશે ફાયદો - એશિયા બુક રેકોર્ડ

ગોકુલધામ નાર સંસ્થા(Gokuldham Nar Institute) દ્વારા સેવાયજ્ઞની પણ શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત આણંદ જિલ્લાના કુલ બે લાખ કરતાં વધુ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ(Distribution of educational kits children) કરવામાં આવશે. તેમજ કેવો છે સેવાભાવી સંસ્થા Helping Hands For Humanity-USA ના દાતાઓનો સહકાર, જાણો.

ગુજરાતનો આ જિલ્લો ટૂંક સમયમાં બનશે વિશ્વ વિક્રમનો સાક્ષી, અનેક સમાજને થશે ફાયદો
ગુજરાતનો આ જિલ્લો ટૂંક સમયમાં બનશે વિશ્વ વિક્રમનો સાક્ષી, અનેક સમાજને થશે ફાયદો

By

Published : May 23, 2022, 6:09 PM IST

આણંદ: વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવની કૃપાથી કાર્યરત ગોકુલધામ નાર સેવાક્ષેત્રે સંપ્રદાયથી પણ ઉપર ઉઠીને નિત્ય સેવાનું કાર્ય કરી રહેલા છે. નાત, જાત કે સંપ્રદાયના ભેદભાવ રાખ્યા વગર સમાજના દરેક વર્ગની એક સમાન રીતે સેવા કરવાની રીત આપવાની ધર્મને સાચા અર્થમાં માનવધર્મમાં પરિવર્તિત કર્યો છે. આજ રોજ સંસ્થા દ્વારા 108 ફુટ ઉંચા સ્તંભ ઉપર 40 X 20 ફૂટનાં વિશાળ રાષ્ટ્રધ્વજનું પ્રતિષ્ઠાપન કરીને ધર્મધજાની સાથે રાષ્ટ્રપ્રેમનું ધ્વજારોહણ કર્યું છે.

મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત ને સૌરાષ્ટ્ર કચ્છ સાથે જોડતા રોડ પર રાષ્ટ્ર ધ્વજ લહેરાશે

કુલ બે લાખ કરતાં વધુ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ - આ સાથે સંસ્થા દ્વારા સેવાયજ્ઞની પણ શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત આણંદ જિલ્લાના કુલ બે લાખ કરતાં વધુ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ(Distribution of educational kits children) કરવામાં આવશે. ધોરણ 1થી 8 સુધીના બાળકોની જરૂરીયાતને અનુલક્ષી અભ્યાસ માટે ઉપયોગી વસ્તુઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. આ સેવાયજ્ઞમાં અમેરીકાનાં વર્જિનિયા બીચમાં(Virginia Beach USA) સ્થિત સેવાભાવી સંસ્થા (Helping Hands For Humanity USA)ના દાતાઓનો સહકાર સંસ્થાને પ્રાપ્ત થયો છે.

સી આર પાટીલ સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યાં

આ પણ વાંચો:International Jat Parliament : સમાજને ઉન્નત શિખર પર લઈ જવાની નેમ સાથે જયપુરમાં યોજાશે આંતરરાષ્ટ્રીય જાટ સંસદ

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, બાળકોને ઉઘડતી શાળાએ ભેટ - બે લાખ કરતાં વધુ બાળકોને ઉઘડતી શાળાએ ભેટ અપાનાર વસ્તુઓનું કુલ વજન 71 ટન થાય છે, જેમાં 4 લાખ ચોપડા-નોટબુક, 55 હજાર લંચ બોક્સ, 2 લાખ પેન્સિલ, 2 લાખ બિસ્કિટ પેકેટ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ સામગ્રી સંસ્થાના ખુલ્લા મેદાનમાં ગોઠવેલ જેની લંબાઈ 2.35 કી.મી થઈ હતી, જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ(Guinness world record) તથા એશિયા બુકમાં(Asia Book Record) સ્થાપિત કરવામાં આવ્યા હતા.

નાર ગોકુલધામ ખાતે 108 ફૂટ ઉચા પોલ પર રાષ્ટ્રધ્વજ પ્રત્યાર્પણ કર્યો

ધર્મધજાની સાથે રાષ્ટ્રપ્રેમનું ધ્વજારોહણ સમારંભે સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા - આ પ્રસંગે આચાર્ય રાકેશપ્રશાદે આશીર્વચન પાઠવેલ, સમારંભનું અધ્યક્ષ સ્થાન ગુજરાતનાં ક્રાંતિકારી સંત પદ્મશ્રી સચ્ચિદાનંદ સ્વામીએ ઉપસ્થિતિમાં યોજાયો હતો. SGVP ગુરુકુલના શાસ્ત્રી માધવપ્રિયદાશ સ્વામીની પ્રેરક ઉપસ્થિતી પણ કાર્યક્રમમાં રહી હતી . મોહનદાસ સ્વામી તથા પુરાણી કૃષ્ણપ્રિયદાસ સ્વામીએ હાજરી આપી પ્રેરક બળ પુરુ પાડ્યું હતું. જે સાથે BJP પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, કેન્દ્રીય દૂર સંચાર પ્રધાન દેવુસિંહ ચૌહાણ તથા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી અને સાંસદ મિતેશ પટેલ તથા આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ વગેરે રાજકીય તથા સામાજિક આગેવાનોની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. દેવ પ્રકાશ સ્વામી ચેરમેન વડતાલ, ડૉ.સંત વલ્લભદાસ સ્વામી કોઠારી વડતાલ, નૌતમપ્રકાશદાસ સ્વામી સત્સંગ મહાસભા પ્રમુખ વગેરે સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:Patan Samuh Lagan : પાટણ સમૂહલગ્નમાં ઉદ્યોગપતિએ સમાજને આપ્યો પ્રેરણારૂપ દાખલો

દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્ર કચ્છ સાથે જોડતા રોડ પર રાષ્ટ્ર ધ્વજ લહેરાશે - મુંબઇથી સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતા 6 માર્ગીય હાઇવે ઉપર રોજ હજારો વાહનો પસાર થાય છે, ત્યારે આજથી આ રસ્તા ઉપર લહેરાતો વિશાળકાય તિરંગો દરેક રાષ્ટ્રપ્રેમીને ભારતવર્ષની આન, બાન અને સાન પ્રત્યે ગૌરવ ઉપજાવશે. તેવી લાગણી પણ ઉપસ્થિત લોકોએ વ્યક્ત કરી હતી. સદવિદ્યા સેવાયજ્ઞ અંતર્ગત આ શૈક્ષણિક સામગ્રીનું વિતરણ ઉઘડતી શાળાએ 16 મી જુનનાં રોજ સવારે 9 થી 11 દરમિયાન એક સાથે 1019 શાળામાં થશે. જે પણ વધુ એક વિશ્વવિક્રમ બનશે. ગોકુલધામ-નારની આવા અનેક સમાજને ઉપયોગી સેવાનાં પ્રકલ્પો શરૂ કરી કાર્યરત કરવામાં બે યુવાન સંતો શુકદેવપ્રસાદદાસ સ્વામી તથા હરિકેશવદાસ સ્વામીની સેવાવૃતિ ઉપસ્થિત તમામ સંત ગુણ તથા આગેવાનોએ બિરદાવી હતી.

ABOUT THE AUTHOR

...view details