- આણંદના યુવાનનો અનોખો સેવા યજ્ઞ
- વિનામૂલ્યે કરે છે એમ્બ્યુલન્સની સફાઈ
- દર્દીઓની સેવામાં વ્યસ્ત રહેતી એમ્બ્યુલન્સની કરી આપે છે સફાઈ
આણંદ: શહેરના રુદેલ ગામના વતની 34 વર્ષીય રવિ પટેલ આણંદના સોજીત્રા રોડ પરની અમીન બજાજ ચાર રસ્તા પાસે છેલ્લા ઘણા સમયથી યુનિક કાર કેર નામે ગાડીઓના વોશિંગ અને ઇન્ટિરિયર ક્લીનિંગનો વ્યવસાય કરે છે. એક તરફ બજારમાં ધંધો નથીની બુમો પડતા વેપારીઓ માટે રવિભાઈએ એક ઉદાહરણ રૂપ કામ કરી બતાવ્યું છે. રવિ પટેલે તેમના સર્વિસ સ્ટેશન પર એમ્બ્યુલન્સ અને 108ની ગાડીઓ માટે વિનામૂલ્યે વોશિંગની જાહેરાત કરી સમાજની સેવા કરતા લોકોની સેવા કરવાની શરૂઆત કરી છે, જેને લોકોએ ખૂબ વધાવી લીધી છે.
આણંદના યુવાનની અનોખી સેવા આ પણ વાંચો : અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા જુનાગઢમાં શરૂ કરાયો વિનામૂલ્યે ઓક્સિજન સેવાયજ્ઞ
એમ્બ્યુલન્સને વિનામૂલ્યે સફાઈ કરી સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવીએ : રવિ પટેલ
રવિ પટેલે Etv bharat સાથે થયેલી ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિમાં કોરોના સંક્રમિત દર્દીઓની સેવામાં 24 કલાક સુધી દોડાદોડ કરતી એમ્બ્યુલન્સને ડિસઇન્ફેકટ કરવું આવશ્યક બની જાય છે. સાથે જ એમ્બ્યુલન્સને સમયનો અભાવ હોય ત્વરિત સેવા મળે તે પણ જરૂરી બને છે, ત્યારે એક એવો વિચાર આવ્યો કે દર્દીઓની સેવા કરતી એમ્બ્યુલન્સને વિનામૂલ્યે સફાઈ કરી સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવીએ અને તે સાથે એક મેસેજ સાથે લોકોને આ સેવા બાબતે અવગત કરીને શરૂઆત કરી અને હવે સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
એમ્બ્યુલન્સની વિનામૂલ્યે સફાઈ આ પણ વાંચો : ભાવનગરમાં યુવાન કરી રહ્યો છે ઓક્સિજન સિલિન્ડરની વિનામૂલ્યે સેવા
એમ્બ્યુલન્સને પ્રાથમિકતા આપી તેની સફાઈ પહેલા કરે છે
રવિ પટેલની સેવાનો લાભ ધીરે ધીરે હવે સેવાભાવી સંસ્થાઓ અને 108 જેવા સરકારી સાધનો પણ લઈ રહ્યા છે. રવિભાઈ એમ્બ્યુલન્સને પ્રાથમિકતા આપી તેની સફાઈ પહેલા કરે છે, જેથી એમ્બ્યુલન્સનો સમય બચી શકે અને તે કોઈ જરૂરિયાતમંદ સુધી વહેલી પહોંચી શકે. રવિભાઈ માને છે કે, કોરોના દર્દીઓને લઈ અવરજવર કરતી એમ્બ્યુલન્સમાં ઇન્ફેક્શન લગાવવાનું સૌથી વધારે જોખમ હોય છે માટે જ્યારે એક દર્દીને ઉતારી બીજા દર્દીઓને મદદે તે પહોંચે ત્યારે ડ્રાઈવર, દર્દી અને તેના સગા બધા સામે જોખમ વધી જાય છે. પરંતુ જો તે એમ્બ્યુલન્સને સારી રીતે સાફ કરીને ઉપયોગમાં લેવામાં આવે તો તે દર્દી અને જાહેર જનતા માટે વધુ સુરક્ષિત બની રહેશે.
એમ્બ્યુલન્સની વિનામૂલ્યે સફાઈ આ એક ઉમદા સેવા છે : 108ના કર્મચારી
રવિભાઈની સેવાનો લાભ લેવા પહોંચેલા 108ના કર્મચારીએ આ સેવાના વખાણ કરતા Etv bharatને જણાવ્યું હતું કે, આ એક ઉમદા સેવા છે. એમ્બ્યુલન્સ લોકોની મદદ કરે છે, જ્યારે રવિભાઈ પણ આ સેવા થકી એમ્બ્યુલન્સને સાફ કરી લોકોની રક્ષામાં મદદરૂપ બની રહ્યા છે. સાથે જ તેમણે યુનિક કાર કેરની સેવા અને સુવિધાથી સંતોષ વ્યક્ત કર્યો હતો.
એમ્બ્યુલન્સની વિનામૂલ્યે સફાઈ નાગરિકો એક બની આ મહામારીને નાથવામાં પોતાનું યોગદાન આપશે તો ચોક્કસ કોઈ સારા પરિણામ આવશે
અત્રે ઉલ્લેખનીય છે કે, જો વર્તમાનમાં ચાલી રહેલા કોરોના પ્રકોપ વચ્ચે દેશના તમામ નાગરિકો આ રીતે એક બની આ મહામારીને નાથવામાં પોતાનું યોગદાન આપશે તો ચોક્કસ કોઈ સારા પરિણામ આવી શકશે. આ સંદેશ સાથે ચાલુ કરવામાં આવેલો આ સેવા યજ્ઞ એ અન્ય માટે ઉદાહરણ રૂપ બની રહ્યું છે. સમાજમાં જોવા મળતી આવી હકારાત્મક ઉર્જા આજે મેડિકલ અને પેરા મેડિકલ ક્ષેત્રમાં જોડાયેલા લોકોનો ઉત્સાહ વધારી રહ્યો છે.
એમ્બ્યુલન્સની વિનામૂલ્યે સફાઈ