ગુજરાત

gujarat

ETV Bharat / state

ખંભાતમાં અપશબ્દો બોલવા બાબતે યુવાનનું ગળું દબાવી હત્યા કરાઈ - young man death

ખંભાત શહેરના અકબરપુર મોટી ચુનારવાડ ખાતે આજે બપોરના સુમારે અપશબ્દો બોલવા બાબતે ઠપકો આપનાર યુવાન ને લાકડી મારીને તેમજ ગળું પકડીને હત્યા કરી નાંખવામાં આવતા ચકચાર મચી હતી.આ અંગે ખંભાત શહેર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ખંભાત
ખંભાત

By

Published : Jan 25, 2021, 11:55 AM IST

  • ખંભાતમાં અપશબ્દો બોલવા યુવકની હત્યા
  • યુવકનું ગળું દબાવી હત્યા કરાઈ
  • ખંભાત શહેર પોલીસે 302 મુજબ ગુનો નોંધ્યો
    ખંભાતમાં અપશબ્દો બોલવા બાબતે યુવાનનું ગળું દબાવી હત્યા કરાઈ

આણંદ :ચુનારાવાડમાં રહેતા રાજેશ ભાઈ ચુનારા ગામે અપશબ્દો બોલવા બાબતે યુવકની હત્યા કરવામાં આવી છે. સંજયભાઈ અમૃતભાઈ ચુનારા તેને અપશબ્દો ન બોલવાનું જણાવતા જ વીકી ચુનારાએ અપશબ્દો બોલી નજીકમાં પડેલી લાકડી ફટકારી હતી. ત્યારબાદ ગળું દબાવી ને નીચે પાડી દીધો હતો. સંજય નો મોટોભાઈ જીતેન્દ્ર છોડાવવા વચ્ચે પડતાં તેને પણ લાકડીની મારી હતી. જીતેન્દ્રને હાથની આગળી ધરી દેતા આંગળીના ભાગે લાકડી વાગી વાગી હતી. ત્યારબાદ બીજા રહીશો ત્યાં આવી જતા વિકી ત્યાંથી ફરાર થયો હતો.

ખંભાતમાં અપશબ્દો બોલવા યુવકની હત્યા

ખંભાત શહેર પોલીસે 302 મુજબ ગુનો નોંધ્યો

ઘટનાની જાણ ખંભાત શહેર પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ હોસ્પિટલ ખાતે મોકલવવામાં આવ્યો હતો.સૂત્રોના જણાવ્યાનુસાર વિકિ એ ગળું પકડી ને દબાવી દેવાને કારણે સંજય નું મોત નીપજ્યું હતું. પોલીસે ફરાર થઇ ગયેલા વિકી ચુનારા ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ખંભાત શહેર પોલીસે 302 મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું પણ જાણવા મળેલ છે.

ABOUT THE AUTHOR

...view details