આણંદ જિલ્લામાં DYSP તરીકે ફરજ બજાવતા બે પોલીસ અધિકારીઓ તેમની પસંદગી રાષ્ટ્રપતિ ચંદ્રક માટે થવા પામી છે ત્યારે આણંદ જિલ્લામાં પોલીસબેડામાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.1995ની બેચના ભરતસિંહ જાડેજા હાલ આણંદના DYSP તરીકે ફરજ બજાવે છે. જે અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના PI તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. કારકિર્દીની શરૂઆતમાં PSI અને PI કક્ષાના હોદ્દાઓ પર ઉત્કૃષ્ટ કામગીરી કરી તેમણે અનેક ગુનાઓ ઉકેલ્યા છે. જેની પસંદગી રાષ્ટ્રપતિ ચંદ્રક માટે થવા પામી છે.
આણંદ જિલ્લામાં ફરજ બજાવતા બે પોલીસ કર્મીની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી - આણંદ
આણંદ: સમગ્ર દેશમાંથી પોતાની ફરજ પર કર્મનિષ્ઠ રહી અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વ્યક્તિઓને ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવે છે. જેમાં આણંદ જિલ્લામાં પોલીસ ખાતામાં ફરજ બજાવતા DYSP કક્ષાના બે અધિકારીઓની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી થઇ હતી. જેથી પોલીસ બેડામાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી.
બે પોલીસ કર્મીની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી
1993ની બેચના DYSP રજની કાન્ત સોલંકી જેવો હાલ આણંદ જિલ્લાના પેટલાદમાં DYSP તરીકે ફરજ બજાવી રહ્યા છે. જેઓ અગાઉ આણંદ ટાઉન PI તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. જેમના ઉત્કૃષ્ટ કામગિરી અને નોંધપાત્ર દેખાવના કારણે તેઓની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી પામ્યા છે.
આણંદના DYSP ભરતસિંહ જાડેજા તથા પેટલાદી વાય શ્રી રજનીકાંત સોલંકીની આવનાર દિવસોમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજના સમારોહમાં ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવશે.