ગુજરાત

gujarat

ETV Bharat / state

સામાન્ય પરિવારના દીકરાએ પ્રતિષ્ઠિત સંસ્થામાંથી અભ્યાસ પૂર્ણ કરી, નોકરી મેળવી સમાજ માટે ઉદાહરણ પૂરું પાડ્યું - dairy science

આણંદના હિતેશ સિંહે કઠોર પરિશ્રમનું પરિણામ હંમેશા સફળતા તરફ લઈ જાય છે, તે સિદ્ધ કરી બતાવ્યું છે. હિતેશે ધોરણ 12 સાયન્સ પાસ કર્યા બાદ આણંદ કૃષિ મહાવિદ્યાલયમાંથી ડેરી સાયન્સમાં સ્નાતકનો અભ્યાસ કરી કેટમાં 96.12 પર્સન્ટાઇલ મેળવી દેશની અગ્રીમ મેનેજમેન્ટ સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM-A)માં પ્રવેશ મેળવ્યો હતો.

સામાન્ય પરિવારના દીકરાએ પ્રતિષ્ઠિત સંસ્થામાંથી અભ્યાસ પૂર્ણ કરી, નોકરી મેળવી સમાજ માટે ઉદાહરણ પૂરું પાડ્યું
સામાન્ય પરિવારના દીકરાએ પ્રતિષ્ઠિત સંસ્થામાંથી અભ્યાસ પૂર્ણ કરી, નોકરી મેળવી સમાજ માટે ઉદાહરણ પૂરું પાડ્યું

By

Published : May 23, 2021, 11:04 AM IST

  • હિતેશ સિંહે IIMમાંથી અભ્યાસ પૂર્ણ કરી નોકરી મેળવી
  • હિતેશના પિતા GCMMFમાં ડ્રાઇવર તરીખે કરે છે નોકરી
  • ડેરી સાયન્સમાં સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કરી IIMમાંથી MBA કર્યું
  • દિલ્હીમાં પ્રતિષ્ઠિત કંપનીમાં અસોસિયેટ મેનેજરનું પદ સંભાળ્યું

આણંદઃ હિતેશ સિંહે દેશની અગ્રીમ મેનેજમેન્ટ સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM-A)માં પ્રવેશ મેળવ્યો હતો. જ્યાંથી MBAમાં અનુસ્નાતકનો અભ્યાસ કરી IIMમાં યોજાયેલા કેમ્પસ પ્લેસમેન્ટમાં તેણે ગુરુગ્રામસ્થિત કન્ટ્રી ડિલાઇટ તરફથી એસોસિયેટ મેનેજર, ન્યૂ પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટેની જોબ ઓફર સ્વીકારી છે.

આ પણ વાંચોઃપોરબંદરની પેબલ પેઇન્ટિંગ આર્ટીસ્ટને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું

પિતા પંકજ સિંહ ગુજરાત કોપોરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડમાં મેનેજિંગ ડિરેક્ટરના ડ્રાઇવર છે

ડેરી ક્ષેત્રમાં કામ કરતા હિતેશ સિંહના પિતા પંકજ સિંહ ગુજરાત કોપોરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડમાં મેનેજિંગ ડિરેક્ટરના ડ્રાઇવર તરીકે ફરજ બજાવી રહ્યા છે. હિતેશના માતા સરિતાબહેન ગૃહિણી છે, જ્યારે હિતેશનો નાનો ભાઈ કમલેશ સિંહ બીકોમનો અભ્યાસ કરી રહ્યો છે. જે બેન્કિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા રસ ધરાવે છે. આણંદના હિતેશે માતાપિતાના સપનાને સાકાર કરવા મેળવેલી સફળતા બીજા યુવાનો માટે પણ પ્રેરણાદાયી છે.

સામાન્ય પરિવારના દીકરાએ પ્રતિષ્ઠિત સંસ્થામાંથી અભ્યાસ પૂર્ણ કરી, નોકરી મેળવી સમાજ માટે ઉદાહરણ પૂરું પાડ્યું

માતા-પિતાએ રાત-દિવસ મહેનત કરી બાળકો ને ભણાવ્યા

હિતેશ સિંહના પિતા પંકજ ભાઈ GCMMFમાં ડ્રાઇવરની નોકરી કરે છે અને તેની માતા ગૃહીણી છે. તેઓ કહે છે કે, હિતેશ પહેલેથી જ ભણવામાં રસ દાખવતો હતો. તેનો પ્રાથમિક અભ્યાસ આણંદના ગામડીમાં આવેલા સેન્ટઝેવીયર્સ સ્કુલમાંથી કર્યો છે અને ધોરણ 11 અને 12નો અભ્યાસ ડી. ઝેડ.પટેલ શાળામાંથી પૂર્ણ કરીને ડેરી સાયન્સમાં સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કરી IIM-Aમાં પ્રવેશ મેળવી સ્કોલરશીપ પર અભ્યાસ પૂર્ણ કરી નોકરી મેળવી છે તેનો અત્યંત આંનદ છે.

આ પણ વાંચોઃJEE એડવાન્સ પરિણામ/ IIM અમદાવાદના પ્રોફેસરની પુત્રી ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક લાવી

હિતેશને ન્યૂ પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં એસોસિયેટ મેનેજર તરીકેની જવાબદારી સોંપાઈ છે

હિતેશને દિલ્હી પાસે આવેલી કન્ટ્રી ડિલાઈટ કંપની તરફથી ન્યૂ પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં એસોસિયેટ મેનેજર તરીકેની જવાબદારી સોંપાઈ છે. હિતેશના પિતા કહે છે કે, તેઓ ખૂબ સામાન્ય પરિવારમાંથી આવે છે. હિતેશની કારકિર્દી માટે સતત તેમને GCMMFના એમડી આર.એસ.સોઢીનું માર્ગદર્શન મળી રહેતું હતું.

હિતેશને ધોરણ 12 પછી મિકેનિકલ એન્જિનિયરમાં કારકિર્દી બનાવવામાં રસ હતો

હિતેશના પિતાએ વધુમાં કહ્યું છે કે, હિતેશને ધોરણ 12 પછી મિકેનિકલ એન્જિનિયરમાં કારકિર્દી બનાવવામાં રસ હતો. જે બાદ આર.એસ.સોઢીના માર્ગદર્શન બાદ તેણે ડેરી ક્ષેત્રે કારકિર્દી શરૂ કરવામાં પ્રોત્સાહન મેળવ્યું અને આજે તે સાર્થક સાબિત થયું.

ABOUT THE AUTHOR

...view details