આણંદઃ જિલ્લાલ LCB પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ECO ગાડીના સાઇલેન્સરની ચોરી કરતી ગેંગને બાતમીના આધારે ઝડપી પાડવામાં આવી હતી. પૂછપરછ બાદ ગેંગના સભ્યોએ આણંદ તથા ખેડા જિલ્લામાં કુલ 38 જેટલી ECO કારમાંથી સાઇલેન્સરની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
આણંદથી ચોરાયેલાં સાઈલેન્સર પાટણમાં વેચાતા - Anand Local Crime Branch
આણંદ જિલ્લામાં એક ગેંગ દ્વારા ECO ગાડીના સાઇલેન્સરની ચોરી કરવામાં આવી રહી હતી. આ ઘટનાની જાણ લોકલ ક્રાઇમ બ્રાંચેને થતા ECO ગાડીના સાઇલેન્સર ચોરતી ગેંગના 5 જેટલા સભ્યોને ઝડપી પાડ્યા હતા. જેમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ખરેખર સાઇલેન્સરનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે. તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચે ECO ગાડીના સાઇલેન્સર ચોરતી ગેંગના 5 જેટલા સભ્યોને ઝડપી પાડ્યા હતા. જેમાં આસિફ ઉર્ફે રૂપાલા અયુબ વોરા, ઇમરાન ઉર્ફે ગજની અબ્દુલભાઈ વહોરા, તોફીક મેહબૂબ પીંજારા, ફિરોઝ રસુલભાઇ વોહરા અને વિજય સવજીભાઈ ઠાકોરને ઝડપી પાડ્યા હતા. તેઓની પૂછપરછ કરતા 38 જેટલી ઈકોગાડીમાંથી સાઇલેન્સરની ચોરી કરી હોવાનો ભેદ ખુલ્યો હતો. આણંદ LCB પોલીસે ઝડપાયેલા પાંચેય આરોપીઓને અગાઉ અન્ય કોઈ વાહન ચોરી કે, અન્ય ગુનામાં સંડોવાયેલા છે કે, કેમ તે અંગેની પૂછપચ્છ કરવા રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.