અમૂલ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં બીજી વખત દૂધના ભાવમાં વધારો કરાયો છે. દૂધની વેચાણ કિંમતમાં વધારો કરવા પાછળનું કારણ આપતા અમૂલના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, પશુ દાણના ભાવમાં ગત વર્ષની સરખામણીમાં 35 ટકાનો વધારો થયો છે. જેથી દૂધ ઉત્પાદન ખર્ચ વધે છે .પરીણામે દૂધના ભાવમાં વઘારો કરવાનો નિર્ણય લેવાયો છે. આમ, પશુદાણ અને ઇનપુટ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાને રાખતા દૂધ સંઘ દ્વારા દૂધ ઉત્પાદકોને ચૂકવાતાં દૂધના ભાવમાં ગયા વર્ષની સરખામણીમાં 100થી 110 રૂપિયા પ્રતિકિલો ફેટે ભાવ વધારો કરાયો છે.
અમૂલ દ્વારા કરવામાં આવેલ દૂધ ની વેચાણ કિંમત ભાવમાં અમૂલ ગોલ્ડ 500 ગ્રામનો ભાવ 27 રૂપિયા હતો. જે હવે વધારીને 28 રૂપિયા, અમૂલ તાઝા 500 ગ્રામનો જૂનો ભાવ 21 રૂપિયા હતો. જેમાં વઘારો કરીને 22 રૂપિયા કરાયો છે. અમૂલ સ્પેશિયલ એક લીટર દૂધના પાઉચનો ભાવ 50 રૂપિયા હતો જેને ભાવ 51 રૂપિયા કરવામાં આવ્યો છે. તેમજ amul cow milk 500 ગ્રામ દૂધના પાઉચનો ભાવ વધારીને 23 રૂપિયા કરવામાં આવ્યો છે. આ તમામ ભાવ વધારાનો ગુજરાત, દિલ્હી , પશ્ચિમ બંગાળ, મુંબઇ અને મહારાષ્ટ્રમાં 15 ડિસેમ્બર 2019થી એટલે કે આજથી અમલમાં કરાશે.