ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદ: ઓનલાઈન અભ્યાસનો યોગ્ય વિકલ્પ વિચારવો જોઈએ: વાલીઓ - ઓનલાઈન અભ્યાસ

રાજ્યમાં કોરોનાનો આંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. સરકાર દ્વારા શાળામાં બાળકોને અભ્યાસ માટે બોલાવવાની વિચારણા મોકુફ રાખવામાં આવી છે. બીજી તરફ બાળકોને આપવામાં આવતા ઓનલાઈન એજ્યુકેશનને લઈ વાલીઓ પણ દુવિધામાં મુકાઈ ગયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

ઓનલાઈન અભ્યાસનો યોગ્ય વિકલ્પ વિચારવો જોઈએ
ઓનલાઈન અભ્યાસનો યોગ્ય વિકલ્પ વિચારવો જોઈએ

By

Published : Nov 20, 2020, 6:37 PM IST

  • ઓનલાઈન એજ્યુકેશનને લઈ વાલીઓ ચિંંતિત
  • બાળકો માટે મોબાઈલનો ઉપયોગ હાનિકારક: વાલી
  • બાળકો માટે શાળાએ જવું વધુ જોખમી
  • સરકારે નવી શિક્ષણ નીતિ અંગે વિચારણા કરવી જોઈએ

આણંદ: રાજ્યમાં કોરોનાનો આંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. સરકાર દ્વારા શાળામાં બાળકોને અભ્યાસ માટે બોલાવવાની વિચારણા મોકુફ રાખવામાં આવી છે. બીજી તરફ બાળકોને આપવામાં આવતા ઓનલાઈન એજ્યુકેશનને લઈ વાલીઓ પણ દુવિધામાં મુકાઈ ગયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

ઓનલાઈન અભ્યાસનો યોગ્ય વિકલ્પ વિચારવો જોઈએ

મોબાઈલનો ઉપયોગ નહિવત બને તે માટેનો વિકલ્પ લાવવા વાલીઓની અપીલ


આણંદના વાલીઓ દ્વારા સરકારને અપીલ કરવામાં આવી હતી કે, બાળકો માટે અભ્યાસ કરવા યોગ્ય વિકલ્પ શોધી બાળકોને આપવામાં આવતા ઓનલાઈન એજ્યુકેશનમાં ઉપયોગમાં લેવાતા મોબાઈલનો ઉપયોગ નહિવત બને તે માટેનો વિકલ્પ લાવવા માટે કામ કરવા અપીલ કરી હતી.

ઓનલાઈન શિક્ષણ આંખોને નુકસાનકારક


શાળાઓ દ્વારા આપવામાં આવતા ઓનલાઈન એજયુકેશનમાં બાળકો લાંબા સમય સુધી ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવા મજબૂર બને છે. જેથી તેમની આંખોને નુકસાનકારક સાબિત થઈ શકે તેમ હોવાથી વાલીઓ દ્વારા ઓનલાઇન અભ્યાસ માટે સરકાર ને મોબાઈલ અને લેપટોપનો વિકલ્પ આપવા માટે વિચારણા કરવા અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details