- આણંદની શિહોલ બેઠક પર યોજાયું હતું ફેરમતદાન
- ફેરમતદાનમાં કોંગ્રેસના કોકીલાબેન પરમારનો વિજય
- ઇવીએમમાં ખામી સર્જાતાં બોરીયા એક બુથ પર ફેરમતદાન યોજાયું હતું
આણંદ :આણંદ જિલ્લા પંચાયતની સિહોલ 35 જિલ્લા પંચાયત બેઠક માટે એક EVMમાં ખામી સર્જાતા પરિણામ જાહેર થઇ શક્યાં ન હતાં. જેને લઇ 4 માર્ચે બોરીયા એક બુથ માટેનું ફેરમતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 713 લોકોએ મતદાન કર્યું હતું. જે બુથની આજે પેટલાદ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના કોકિલાબહેન પરમારનો 688 મતે વિજય થયો છે.