ગુજરાત

gujarat

ETV Bharat / state

NASAએ વડાપ્રધાન મોદી સહિત 3 રાજકીય આગેવાનોના નામ મંગળ ગ્રહ પર મોકલ્યા - Arjun to Prime Minister Modi

વિશ્વમાં વિજ્ઞાને ખૂબ તરક્કી કરી છે. જેના ફળ સ્વરૂપ હવે મનુષ્યની પહોંચ પૃથ્વી સુધી સીમિત રહી નથી, મનુષ્ય ચાંદ પર પોતાના પગલાં પાડી ચૂક્યો છે અને તેનાંથી પણ વધુ મંગલ ગ્રહ પર પણ મનુષ્યની પહોંચ હવે શક્ય બનતી દેખાઈ રહી છે, ત્યારે હાલમાં જ નેશનલ એરોનોટિકસ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) સંસ્થાનું એક યાન કરોડો કિલોમીટરનું અંતર કાપી મંગલ પર પહોંચવામાં સફળ નીવડ્યું છે.

આણંદ
આણંદ

By

Published : Mar 5, 2021, 7:35 PM IST

  • આણંદના અર્જુને વડાપ્રધાન મોદીનું નામ મંગળ ગ્રહ પર મોકલ્યું
  • સાથે ગૃહ પ્રધાન અમિત શાહ અને CM રૂપાણીનીનું પણ નામ મોકલ્યું
  • નાસાના પરસિવન્સ યાનમાં મંગળ ગ્રહ પર મોકલ્યા નામ
    આણંદ

આણંદઃવિશ્વમાં વિજ્ઞાને ખૂબ તરક્કી કરી છે. જેના ફળ સ્વરૂપ હવે મનુષ્યની પહોંચ પૃથ્વી સુધી સીમિત રહી નથી, મનુષ્ય ચાંદ પર પોતાના પગલાં પાડી ચૂક્યો છે અને તેનાંથી પણ વધુ મંગલ ગ્રહ પર પણ મનુષ્યની પહોંચ હવે શક્ય બનતી દેખાઈ રહી છે, ત્યારે હાલમાં જ નેશનલ એરોનોટિકસ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન સંસ્થાનું એક યાન કરોડો કિલોમીટરનું અંતર કાપી મંગલ પર પહોંચવામાં સફળ નીવડ્યું છે.

આણંદ

મંગલ ગ્રહ પર નામ મોકલવા પ્રોગ્રામ ખુલ્લો મુકાયો

નાસા દ્વારા 31 જુલાઈ 2020ના દિવસે પરસિવન્સ યાનને તેના ફ્લોરિડા સ્થિત નાસાના લોન્ચ સ્ટેશનથી રવાના કરવામાં આવ્યું હતું, ત્યારે આ યાનમાં 'સેન્ડ યોર નેમ ઓન માર્સ' પ્રોગ્રામ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામમાં વિશ્વમાંથી લોકોએ મંગલ ગ્રહ પર પોતાનું નામ મોકલવા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં આણંદના અર્જુન શાહએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપનીનું નામ આ પ્રોગ્રામમાં 23/5/2019ના દિવસે રજીસ્ટર કરીને મોકલ્યા હતા. અમેરિકામાં આવેલા ફ્લોરિડાના કેપ કેનાવેરલ એર ફોર્સ સ્ટેશન ફ્લોરિડા અર્થથી 31 જુલાઈ 2020ના દિવસે ATLAS V-541 ને લોન્ચ કરવામાં આવ્યુ હતું. જે 18 ફેબ્રુઆરીએ મંગલ ગ્રહના ઝીરો ક્રાટેર પર સફળતાથી ઉતરી ગયું છે. આ યાનમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમીત શાહ અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું નામ પણ યાન સાથે મંગલ ગ્રહ પર પહોંચી ગયું છે. આ યાન પૃથ્વીથી 504,668,791 કિલોમીટરના અંતર કાપી સફળતા પૂર્વક મંગલ ગ્રહ પર પહોંચી ચૂક્યું છે.

આણંદ

3 રાજકીય આગેવાનોના નામ મંગલ ગ્રહ પર મોકલાયા

અર્જુનભાઈ શાહ કે, જેઓ આણંદમાં રહે છે અને નાનો ગૃહ ઉદ્યગ ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમની પુત્રી એકતા શાહ કે જે અમેરિકાના ન્યુયોર્કમાં રોંચીસ્ટર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી યુનિવર્સિટીમાં (RIT) એસ્ટ્રો ફિઝિક્સમાં PHDનો અભ્યાસ કરે છે અને તેની ધ્યાને નાસાના આ 'સેન્ડ યોર નામે ઓન માર્સ' પ્રોગ્રામ આવતા, તેણીનાં એક સામાન્ય દિશા સૂચનથી આજે તેના પિતા અર્જુનભાઇએ દેશના 3 રાજકીય આગેવાનોના નામ મંગલ ગ્રહ પર મોકલી આપ્યા છે. જેનો તેમને ખૂબ ગર્વ છે.

'સેન્ડ યોર નેમ ઓન માર્સ' મળી હતી જાણકારી

અર્જુનભાઈ શાહ આ ઘટના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, એકતા પાસેથી જ્યારે નાસાના આ 'સેન્ડ યોર નેમ ઓન માર્સ' પ્રોગ્રામ વિશે જાણકારી મળી ત્યારે તરતજ કોઈ એવા નામ મોકલવા અંગે વિચાર આવ્યો કે, જેને વિશ્વ ઓળખતું હોય, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતના વર્તમાન રાજકારમાં ચાણક્ય તરીખે જાણીતા બનેલા અમિત શાહ અને ગુજરાતને દેશમાં રોલ મોડલ બનાવવામાં ફાડો આપનારા ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું નામ મોકલવાનો નિર્ણય કર્યો હતો. 23 મેં 2019 ના દિવસે આ નામ તારીખ અને ઉપનામ સાથે મોકલી આપ્યા જેથી આવનારી પેઢીને આ રાજકીય આગેવાનોના કાર્યો અને તેમની લોકપ્રિયતા અંગે પ્રેરણા મળી શકે.

ABOUT THE AUTHOR

...view details