- કરમસદ નગર પાલિકા અને અડાસ ગ્રામ પંચાયતનાં કોરોના સંક્રમિત વિસ્તારને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરાયા
- નિયંત્રણ મુકેલા વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રાખી શકાશે
- સરકારની તમામ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે
- નવી સૂચના ના આવે ત્યાં સુધી આ હુકમ રહેશે ચાલુ
- સરકારી ફરજ પરની વ્યક્તિઓ અવર-જવર કરી શકાશે
આણંદઃવિશ્વભરમાં કોરોના વાઇરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરી છે. જે બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અનુસંધાને કોરોના વાયરસના વધતા સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવર ધરાવતા જાહેર અને ખાનગી સ્થળોએ વાઇરસને ફેલાતો અટકાવવા સારૂ આમુખ-(2)ની વિગતે જાહેરનામાંથી સૂચના બહાર પાડવામાં આવી છે. આ મુજબ વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલા રૂપે આણંદ જિલ્લા મેજિસ્ટ્રેટ આર. જી. ગોહિલે ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973ની કલમ-144, ધી ગુજરાત એપેડેમીક ડિસીઝ એકટ 1897ની કલમ-2 અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005ની કલમ -30 તથા 34 હેઠળ લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. નીચે જણાવેલા વિસ્તારો Covid -19 ના Containment Area (નિયંત્રિત વિસ્તાર) તરીકે જાહેર કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં વધારો
Covid -19ના કન્ટેન્ટમેન્ટ વિસ્તાર તરીકે જાહેર થયેલા વિસ્તારોની યાદી
આણંદ તાલુકાના કરમસદ નગરપાલિકા વિસ્તારના પ્રાંજલ રેસીડન્સી, કરમસદ (મકાન-1), અતુલ પાર્ક, કરમસદ (કુલ 1 મકાન), અડાસ ગ્રામ પંચાયતની હદમાં આવેલા રેલ્વે સ્ટેશન પાસે અડાસ (કુલ 2 મકાન), રામજી મંદિરવાળુ ફળીયુ, અડાસના (કુલ 9 મકાન)નો સમાવેશ થાય છે. આણંદ, બાકરોલ, ઓડ, બોરીઆવી નગર પાલિકા, અડાસ, હાડગુડ, રાસનોલ ,મોગર અને વાસદ ગ્રામ પંચાયતનાં કોરોના સંક્રમિત વિસ્તારને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરાયા છે. જેમાં આણંદ તાલુકામાં આણંદ નગરપાલિકાની હદમાં આવેલા વિસ્તારોની યાદી આ મુજબ છે.
વિસ્તારો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા
- ક્રિષ્ણા સોસાયટી, આકૃતિ પાર્ક પાસે, મીરા પાર્ક પાછળ 100 ફૂટ રોડ આણંદ (કુલ-1 મકાન)
- એ-સ્કેવર,બી-203 નાની ખોડીયાર (કુલ-1 મકાન)
- 14/ સાઇ વિલા પાલિકા નગર (કુલ-1 મકાન)
- નહેરૂ બાગ 80 ફૂટ રોડ રોડ (કુલ 25 મકાન)
- નહેરૂ ગોકુલ પાર્ક (કુલ-50 મકાન)
- 59/એ, ક્રિષ્ણા હાઉસીંગ આણંદ, પીપી યુનિટ (કુલ-1 મકાન)
- નાનુ અડદ આણંદ, પીપી યુનિટ (કુલ- 1 મકાન)
- નાગજી દાદાની ખડકી વહેરાઇ માતા, આણંદ, પીપી યુનિટ (કુલ- 1 મકાન)
- દીવલી માતાનું ફળીયુ લોટીયા ભાગોળ, આણંદ, પીપી યુનિટ (કુલ 51 મકાન)
- તુલસી નિવાસ જુના રસ્તા આણંદ, પીપી યુનિટ (કુલ 32 મકાન)
- ચરોતર બેંક સામે આણંદ, (કુલ-1 મકાન)
વિસ્તારો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા
બાકરોલ આણંદ નગરપાલિકા હદમાં આવેલા (11/અલર્ક હારમોની, વડતાલ રોડ, બાકરોલ (કુલ-1 મકાન), કર્મ બંગ્લો, બાકરોલ, (કુલ 1- મકાન) 29 શીવમ-2 ધોળીકુવો બાકરોલ (કુલ –1 મકાન), 3/ શાંતિકુંજ બાકરોલ, (કુલ-1 મકાન), અને 71-લક્ષ રેસીડન્સી બાકરોલ-1 મકાન) બોરીઆવી નગરપાલીકાના સરદાર ચોક (1-મકાન)નો વિસ્તાર જાહેર કરાયેલ છે. ઓડ નગરપાલિકામાં સી. કે. એવન્યું 1-મકાન, નરેશભાઇની ખડકી, ઓડ (કુલ 1- મકાન), અડાસ ગ્રામ પચાયતની હદમાં આવેલ સ્વામીનારાયણ સોસાાયટી, અડાસ (કુલ-18 મકાન), હાડગુડ ગ્રામ પંચાયતની હદનું રાધે બંગલોઝ, મોગર ગ્રામ પંચાયતની હદમાં આવેલો ભાગ્યોદય બ્રીજ વિસ્તાર (1-મકાન), રાસનોલ ગ્રામ પંચાયત હદમાં વાળંદ ફળીયા (1-મકાન), નાની ખડકી કુલ (1- મકાન), નડીઆદી ખડકી, (કુલ-2 મકાન), વાસદ ગ્રામ પંચાયતની હદમા આવેલા, (1) ઈ-2, વસુધા સોસાયટીના (કુલ-50 મકાનો), શક્કર ફળીયુ (કુલ-18 મકાન), તેમજ પ્રકૃતિ સોસાયટીના (કુલ 8-મકાન)ના વિસ્તારો Covid -19ના Containment Area (નિયંત્રિત વિસ્તાર) તરીકે જાહેર કરવામાં આવેલા છે.