આણંદઃ કોઈ પણ વ્યવસાયમાં નિવૃત્તિ વ્યક્તિને નવો જન્મ આપે છે, સરકારી નિયમ અનુસાર સરકારી નોકરીમાં ચોક્કસ વયે કર્મચારીને નિવૃત્તિ આપવામાં આવે છે. જેને વયમર્યાદાના કારણે નિવૃત થયા તેમ કહેવામાં આવે છે.
નિવૃત્તિનું સર્વોચ્ચ સન્માન આણંદમાં જોવા મળ્યું, વર્ગ-4ના કર્મચારીને કલેક્ટર દ્વારા નિવૃત્તિ અપાઇ - R. G. Gohil
આણંદ વહીવટી તંત્ર માટે 31 જુલાઇનો દિવસ યાદગાર બની રહેશે કોઈ પણ વ્યવસાયમાં નિવૃત્તિ વ્યક્તિને નવો જન્મ આપે છે. સરકારી નિયમ અનુસાર અમુક વઇ મર્યાદા બાદ નોકરી પરથી નિવૃત્તિ આપવામાં આવતી હોઇ છે. આવી જ રીતે આણંદ વહીવટી તંત્ર વર્ગ 4ના કર્મચારીના એક કર્મચારીની નિવૃતિ તેમને આજીવન યાદ રહે તેરીતે કલેકટર દ્વારા ઉજવવામાં આવી હતી.

નિવૃત્તિનુ સર્વોચ્ચ સન્માન આણંદમાં જોવા મળ્યું, વર્ગ 4ના કર્મચારીને કલેક્ટર દ્વરા નિવૃત્તિ અપાઇ
31 જુલાઇનો દિવસ આણંદ વહીવટી તંત્ર માટે યાદગાર બની રહેશે. કારણ કે, શુક્રવારના રોજ આણંદ જિલ્લામાં કલેક્ટર કચેરીમાં જીવનનો લાંબો સમય સરકારી કચેરીને સેવા આપનારા પ્રામાણિક, કર્મનિષ્ઠ અને અધિકારીઓના વિશ્વાશું તેવા પટાવાળા ફતેહસિંહ મકવાણા વયમર્યાદાના કારણે નિવૃત થયા છે.