- રાજ્ય સરકારે સોમવારે મળેલી મિટિંગમાં લીધો નિર્ણય
- રાજ્યના પ્રવાસન ઉદ્યોગને આપી રાહત
- નાણાકીય વર્ષ 2021- 22માં પ્રોપર્ટી ટેક્ષ અને વીજબીલમાં આવતા ફિક્સ ચાર્જની આપી રાહત
આણંદ : રાજ્યમાં હોટેલ, રેસ્ટોરન્ટ, રિસોર્ટ, વોટરપાર્ક જેવા વ્યવસાય સંપૂર્ણ બંધ રહ્યા હતા. જ્યારે થોડા સમય માટે ખૂલેલા આ વ્યવસાયમાં કોઈ ખાસ ગ્રહકોનો ઘસારો જોવા મળ્યો ન હતો. જેમાં કોરોનાએ ખૂબ મોટું આર્થિક નુકસાન આ ઉદ્યોગોને પહોંચાડ્યું હતું. જેની નોંધ લઈને સરકાર દ્વારા સોમવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર ગ્રુપની મીટીંગમાં રાજ્યના પ્રવાસન ઉદ્યોગ માટે રાહતનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આણંદના હોટેલ માલિકોની પ્રતિક્રિયા આંશિક નિયંત્રણમાં હોટેલ વ્યવસાય બંધ થયો હતો
આણંદ જિલ્લામાં પણ પ્રવાસન ઉદ્યોગના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ સાથે Etv Bharatએ ખાસ વાતચીત કરી હતી. જેમાં છેલ્લા 22 વર્ષથી હોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા ભાવેશ પટેલે જણાવ્યું હતું કે, એપ્રિલ માસના અંતમાં લાગુ કરેલા આંશિક નિયંત્રણમાં હોટેલ વ્યવસાય બંધ થયો હતો. જે બાદ ડાઇનિંગની આવક બંધ થઈ ગઈ અને પાર્સલ સુવિધા ચાલુ હતી. જેમાં 60થી 70 ટકા આવકમાં માર વેઠવો પડ્યો હતો. બીજી તરફ રેસ્ટોરન્ટના નિભાવણી ખર્ચ એનાએ જ રહ્યા હતા. તેવામાં કામદારોનો પગાર, જગ્યાના ભાડાનો ખર્ચ પણ કાઢવો મુશ્કેલ બન્યો હતો.
આણંદના હોટેલ માલિકોની પ્રતિક્રિયા સરકાર ડાઇનિંગ સુવિધા ઉપલબ્દ્ધ કરવાની પરવાનગી આપે તેવી વિનંતી કરી
સોમવારે સરકાર દ્વારા પ્રોપર્ટી ટેક્સ અને લાઈટબીલમાં લાગતા ફિક્સ ચાર્જ પર રાહત આપવાના નિર્ણયથી આંશિક આર્થિક રાહત મળશે. કોરોનાની બીજી લહેરમાં સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં આંશિક નિયંત્રણનો પૂર્ણ અમલ કરવામાં આવ્યો હતો. હવે સરકાર ડાઇનિંગ સુવિધા ઉપલબ્દ્ધ કરવાની પરવાનગી આપે તેવી વિનંતી કરી હતી.
આ પણ વાંચો :મગફળી ભારતમાં તેલીબિયાંનો મહત્વપૂર્ણ પાક, વિશ્વમાં વાવેતરની દ્રષ્ટિએ પ્રથમ અને ઉત્પાદનની દ્રષ્ટિએ બીજાસ્થાને
કોરોનાને કારણે હોટેલ અને રેસ્ટોરન્ટ વ્યવસાય પર ખૂબ ગંભીર અસર જોવા મળી
આણંદ શહેરમાં ડીવાઇન ડાઇનિંગ રેસ્ટોરન્ટ ધરાવતા ભરત પટેલે સરકારના નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પ્રવાસન ઉદ્યોગ માટે ખૂબ મોટા રાહતનો નિર્ણય આપ્યા છે. કોરોનાને કારણે હોટેલ અને રેસ્ટોરન્ટ વ્યવસાય પર ખૂબ ગંભીર અસર જોવા મળી છે. આટલાથી આ વ્યવસાય નભિ શકે તેમ નથી. આ ઉદ્યોગ પર હજારો પરિવારોની આવક નિર્ભર છે. જે વ્યવસાય લગભગ બંધ સમાન છે. તેવામાં સરકાર યોગ્ય વ્યવસ્થા ગોઠવી આ વ્યવસાયને બચાવવા માટે યોગ્ય નિર્ણય કરવા જોઈએ. ખાસ ટેક્સ વિશે માહિત આપતા ભરતભાઇએ જણાવ્યુ હતું કે, ખાસ કરીને ઇન્કમટેક્ષ અને GST બાબતે વિચારી આ ઉદ્યોગોને બચાવવા મદદરૂપ થાય તેવો નિર્ણય કરવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : આણંદમાં ઓનલાઈન છેતરપીંડીનો ભોગ બનેલા ડૉક્ટરને સાયબર સેલે મોટી રકમ પરત આપાવી
આણંદમાં 31 કરોડ જેટલો પ્રોપર્ટી ટેક્સ નગરપાલિકા દ્વારા વસુલવામાં આવે છે
ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લામાં નાના મોટા મળી કુલ 452 જેટલા રેસ્ટોરન્ટ/હોટેલ અને અંદાજીત નવ જેટલા રિસોર્ટ આવેલા છે. આ તામામને સરકારના સોમવારે મળેલી કોર ગ્રુપની મિટિંગમાં લેવામાં આવેલા નિર્ણયથી આર્થિક ફાયદો થશે, પરંતુ સાથે સાથે વેપારીઓ સરકારને કોરોનામાં રેસ્ટોરન્ટ અને હોટેલ પર લાદવામાં આવેલા નિયમોમાં રાહત આપી ડાઇનિંગ સુવિધા ચાલુ કરવામાં આવે તેવી આશા રાખી રહ્યા છે.
80,000 ઉપરાંત ટેક્સ પેયર દ્વારા ભરવામાં આવે છે
આણંદમાં 31 કરોડ જેટલો પ્રોપર્ટી ટેક્સ નગરપાલિકા દ્વારા વસુલવામાં આવે છે. જે 80,000 ઉપરાંત ટેક્સ પેયર દ્વારા ભરવામાં આવે છે. તેમાંથી હવે સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય બાદ જિલ્લાની નગરપાલિકાઓના ટેક્સ વિભાગની આવકમાં કેટલો ફરક પડે છે.