આણંદઃ જિલ્લાના ઉમરેઠમાં રહેતા ત્રણ નરાધમોએ યુવતીનું અપહરણ કરી ગેંગરેપ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. ઉમરેઠની એક માનસિક અસ્થિર પરિણીતાની એકલતાનો લાભ લઇ લઇ રિક્ષામાં અપહરણ કરીને બપોરે ઉમરેઠના રાવળીયા ચકલામાં રહેતા ત્રણ આરોપીઓ નજીક આવેલ કેનાલ પર અવાવરી જગ્યાએ લઈ જઈને અસ્થિર મગજની મહિલા પર ગેંગરેપ કર્યો હતો.
ઉમરેઠમાં ગેંગરેપની ઘટના, ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ - આણંદ તાજા સમાચાર
આણંદ જિલ્લાના ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ત્રણ આરોપીઓ સામે પોલીસે ગુન્હો દાખલ કરી ગણતરીના કલાકોમાં તમામ આરોપીઓને ઝડપી પાડી તાપસ હાથ ધરી છે.
ઉમરેઠમાં ગેંગરેપની બની ઘટના
ગેંગરેપ મામલે ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ કરતાં ઉમરેઠ પોલીસ દ્વારા ગણતરીના જ કલાકોમાં ત્રણેય આરોપીઓને પકડી પાડયા હતા. આ ત્રણેય આરોપીઓ છૂટક મજૂરી કરીને ગુજરાત ચલાવે છે. ઉમરેઠ પોલીસ દ્વારા અગાઉ આ આરોપીઓ દ્વારા કોઈ ગુનાને અંજામ આપવામાં આવ્યો છે કે, કેમ તે દિશામાં સઘન તપાસ હાથ ધરી છે.