આણંદઃ જિલ્લામાં શરૂઆતમાં આણંદ નગરપાલિકાના કર્મચારીનો પ્રથમ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ક્રમશઃ હાડગુડ, નવખલ, પેટલાદ અને ઉમરેઠમાં કેસ સામે આવ્યા હતા. બાદમાં ખંભાત શહેર આણંદ જિલ્લામાં કોરોના હોસ્ટપોટ બન્યું હતું.અને જિલ્લામાં સંક્રમણના આકડાં વધ્યા હતા. લોકડાઉન 4 માં આ આંકડાના વધારામાં રોક લાગી હતી.
આણંદ જિલ્લાના બોરસદમાં નોંધાયો કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ - lockdown effect in borsad
આણંદ જિલ્લામાં લોકડાઉન 4 માં કોરોના સંક્રમણની ટકાવારીમાં નોંધનીય ઘટાડો નોંધાયો છે. પરંતુ, આજે લોકડાઉનના 65 દિવસ બાદ બોરસદ શહેરમાં કોરોના દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં નાગરિકોની ચિંતામાં વધારો થયો છે.
આણંદ જિલ્લાના બોરસદમાં નોંધાયો પ્રથમ કોરોના પોઝિટિવ કેસ
ખંભાતના કોરોના પોઝિટિવ અને સારવાર હેઠળના 33 વર્ષીય યુવાન કોરોનામુકત થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 79 દર્દીઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. હાલમાં જિલ્લામાં કોવિડ-19 અંતર્ગત કુલ 5 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમાં 3 દર્દીઓ કાડિર્યાક કેર સેન્ટર, ખંભાત, 1 દર્દી કરમસદ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં અને 1 દર્દી આણંદ જનરલ હોસ્પિટલમાં છે. જો કે કુલ પાંચ પૈકી 3 દર્દીઓ ઓકિસજન ઉપર હોવાનું જણાવાયું છે.