ગુજરાત

gujarat

ETV Bharat / state

ચરોતરમાં અગનવર્ષા, તાપમાનનો પારો 42.5 ડિગ્રીને પાર - આણંદમાં ગરમીનો પારો વધ્યો

ચરોતર પંથકમાં ગરમીનો પારો 42.5 ડીગ્રીએ પહોચ્યો છે.જેથી લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.ત્યારે કોરોના મહામારી વચ્ચે લોકડાઉન 4માં ધંધારોજગર માટે મળેલી છૂટમાં પણ લોકો ઓછા બહાર નીકળતા હોવાનું સામે આવ્યું છે.

etv bharat
ચરોતરમાં અગનવર્ષા તાપમાનનો પારો 42.5ને વટયો

By

Published : May 23, 2020, 7:21 PM IST

આણંદ: જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી ગરમીનો પારો 40થી 42 ડિગ્રીએ પહોચ્યો છે.જયારે શનિવારે ગરમીનો પારો 42.5 ડિગ્રીએ પહોંચ્યો હતો. જેથી વહેલી સવારથી જ વાતાવરણમાં ગરમી અનુભવાતા લોકડાઉનમાં છૂટછાટ આપવા હોવા છતાં પણ બપોરે 12 વાગ્યા બાદ મોટાભાગના બજારો સૂમસામ હતા.

ચરોતરમાં અગનવર્ષા તાપમાનનો પારો 42.5ને વટયો

બીજી તરફ વધતી જતી ગરમીના કારણે લૂ લાગવાના કેસો વધી રહ્યા છે.શનિવારે લઘુતમ પારો 27, ભેજ 81 ટકા અને પવનની ઝડપ પ્ર.ક. 6 કિ.મી. રહેવાના કારણે દિવસભર તેમજ મોડી રાત્ર સુધી લોકડાઉનના કારણે ઘરોમાં કેદ લોકોએ અસહ્ય બફારો અનુભવ્યો હતો.

ચરોતરમાં અગનવર્ષા તાપમાનનો પારો 42.5ને વટયો

ABOUT THE AUTHOR

...view details