ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદમાં પિતાએ બાળકીને ફ્લેટની ગેલેરીમાંથી નીચે લટકાવી, વીડિયો વાયરલ - Video of child being hung upside down from gallery

આણંદમાં એક શખ્સ નાનકડી બાળકીને ગેલેરીમાંથી ઉંધી લટકાવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો આણંદ શહેરનો હોવાનું ખુલ્યું છે. કોરોના મહામારીમાં બાળકી કહ્યું માનતી ન હતી અને કોઈને કહ્યા સીવાય ઘરની બહાર જતી રહેતી હોવાના કારણે તેમના પિતાએ તેને સમજાવવા માટે મસ્તીમાં આ પ્રકારનું પગલું ભર્યું હતું.

આણંદમાં પિતાએ બાળકીને ફ્લેટની ગેલેરીમાંથી નીચે લટકાવી
આણંદમાં પિતાએ બાળકીને ફ્લેટની ગેલેરીમાંથી નીચે લટકાવી

By

Published : Apr 16, 2021, 4:09 PM IST

Updated : Apr 16, 2021, 6:18 PM IST

  • નાની બાળકીને બહુમાળી ઇમારતમાંથી નીચે લટકાવવામાં આવી
  • ઘટનાનો વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ
  • બાળકી કહ્યું ન માનતી હોવાથી મસ્તીમાં આ પગલું ભર્યુ હતુંઃ પિતા

આણંદઃ એક ફ્લેટમાંથી કોઈ શખ્સ નાનકડી બાળકીને ગેલરીમાંથી ઊંધી લટકાવતો હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોની વાસ્તવિકતા વિશે ETV Bharat દ્વારા તપાસ કરતા વીડિયો આણંદ શહેરના એક વિસ્તારનો હોવાનું ખુલ્યું હતું. વીડિયોમાં દેખાતી બાળકી અને તેના પિતાનો સંપર્ક કરતાં પિતાએ જણાવ્યું કે, બાળકી કહ્યું માનતી ન હતી અને અત્યારની વિકટ પરિસ્થિતિમાં કોઈને કહ્યા વિના ઘરની બહાર જતી હોવાના કારણે મસ્તીમાં તેને સમજાવવા માટે આ પગલું ભર્યું હતું. આ સમગ્ર ઘટનાને લઈ ચાઈલ્ડ લાઈનના માણસો દ્વારા બાળકીના પિતાનો સંપર્ક કરી તેમને સમજાવવામાં આવ્યાં હતા, સાથે આગામી દિવસોમાં બાળકી સાથે આવું વર્તન ના કરે તે માટેનું લખાણ પણ લેવામાં આવ્યું હતું.

આણંદમાં પિતાએ બાળકીને ફ્લેટની ગેલેરીમાંથી નીચે લટકાવી

આ પણ વાંચોઃ રાજકોટની સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરવાતી હોવાનો વીડિયો વાઈરલ

બાળકીના પિતાએ સમગ્ર ઘટનાને લઈ પોતાની ભૂલ સ્વીકારી દુઃખ વ્યક્ત કર્યું

ઉલ્લેખનીય છે કે, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે, જે અંગે મીડિયા સમક્ષ બાળકીના પિતાએ સમગ્ર ઘટનાને લઈ પોતાની ભૂલ સ્વીકારી દુઃખ વ્યક્ત કર્યું હતું. સાથે જ બાળકીની માતા દ્વારા પણ આ ઘટનાની ગંભીરતા જોઈ બાળકી સાથે પૂર્વ બનેલી ઘટના વિશે માહિતી આપવામાં આવી હતી. આ ઘટના વિશે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યશવંત ચૌહાણનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, આવી કોઈ ઘટના વિશે હજું સુધી લેખિત કે મૌખિક કોઈ ફરિયાદ મળી નથી.

આ પણ વાંચોઃમાનવતા નેવે મુકી: પરિવારમાં બીજી બાળકીનો જન્મ થતા પરિવારે હત્યા કરી હોવાનો એક વર્ષે થયો ઘટસ્ફોટ

કોઈપણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી કોઈ પક્ષો દ્વારા કરવામાં આવી નથી

મહત્વનું છે કે, વર્તમાન કોરોના મહામારીમાં લોકોના મનમાં ઉભો થયેલો ભય ક્યાંક આ પ્રકારનું વર્તન કરવા લોકોને પ્રેરિત કરતો હોય તેવું ફલિત થઈ રહ્યું છે. આ વાયરલ થયેલા વીડિયો બાદ પરિવારે બાળકી સાથેના તેમના વર્તન વિશે ચાઈલ્ડ લાઈનના માણસોની લેખિત સાથે માફી માગી છે. હાલ આ સંદર્ભે કોઈપણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી કોઈ પક્ષો દ્વારા કરવામાં આવી નથી. બાળકી સાથે થયેલુ વર્તન અને તેના વાઈરલ થયેલા વિડિયો બાદ ચાઈલ્ડ લાઇનના માણસોની સમજાવટે આણંદના રહેવાસી પરિવારની આંખો ખોલી છે.

Last Updated : Apr 16, 2021, 6:18 PM IST

ABOUT THE AUTHOR

...view details