ગુજરાત

gujarat

ETV Bharat / state

શિક્ષણ પ્રધાને દેશના પ્રથમ ગૃહપ્રધાન સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી - પુષ્પમાળા

અખંડ ભારતના શિલ્પી દેશના લોખંડી પુરુષ, ભારત રત્ન સ્વર્ગીય સરદાર વલ્લભભાઈ પટેલની મંગળવારે 70મી પુણ્યતિથિ નિમિત્તે તેમના વતન કરમસદ ખાતે આવેલા તેમના નિવાસસ્થાને રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાત સરકાર વતી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

પ્રથમ ગૃહપ્રધાન
પ્રથમ ગૃહપ્રધાન

By

Published : Dec 15, 2020, 6:31 PM IST

  • સરદાર વલ્લભભાઈ પટેલની 70મી પુણ્યતિથિ
  • ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સરદાર ગૃહની લીધી મુલાકાત
  • સરદારના કાર્યોને યાદ કરી પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી

આણંદ : અખંડ ભારતના શિલ્પી દેશના લોખંડી પુરુષ, ભારત રત્ન સ્વર્ગીય સરદાર વલ્લભભાઈ પટેલની મંગળવારે 70મી પુણ્યતિથિ નિમિત્તે તેમના વતન કરમસદ મુકામે આવેલા તેમના નિવાસસ્થાને રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાત સરકાર વતી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

562 રજવાડાઓને એક કરીને અખંડ ભારત દેશનું નિર્માણ કર્યું

આ પ્રસંગે ત્રણ વાતને યાદ કરતા શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આપણે ગૌરવ લેવાનુ હોય કે, ભારત દેશને જ્યારે આઝાદી મળી ત્યારે અંગ્રેજોને તેમના મનમાં શંકા હતી કે, 562 રજવાડાઓમાં વહેંચાયેલા આ દેશ કઇ રીતે એક થશે? પરંતુ આ કામ ગુજરાતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ બખૂબી કરી બતાવ્યું હતું.

શિક્ષણ પ્રધાને દેશના પ્રથમ ગૃહપ્રધાન સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી

ભુપેન્દ્રસિંહે સરદારની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી વંદન કર્યા

સરદારે 562 રજવાડાઓને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. આ કાર્યમાં જોડાવાની પહેલ કરનારા એક ગુજરાતી એવા ભાવનગરના મહારાજ કૃષ્ણકુમાર સિંહજીને પણ આ પ્રસંગે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ યાદ કર્યા હતા. સરદાર ગૃહની મુલાકાતે દરમિયાન ભુપેન્દ્રસિંહે સરદારની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી વંદન કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details