- દેશની પ્રથમ પોલીસ ડોગ હોસ્ટેલમાં અનોખી શરૂઆત
- આણંદના SP અજિત રાજ્યને કરી જાહેરાત
- સ્નેફડ ડોગ સાથે સામાન્ય માણસોને સમય વ્યતીત કરવાનું કર્યું આયોજન
- રાજ્યની એક માત્ર નિવૃત શ્વાન કેનાલમાં કરવામાં આવ્યું આયોજન
- વીકેન્ડ માં બે કલાક માટે મળશે સમય
આણંદ: પોલીસ વિભાગના ગુનાઓને ડિટેકટ કરવામાં અતિ મદદરૂપ થતા શ્વાનને આપણે ઘણી વાર કામ કરતા જોયા છે, જ્યારે પણ કોઈ એવો ગુનો બને છે જેમાં ગુનો કરનારનું પગેરું પકડવા માટે મોટેભાગે પોલીસ સ્નેફર્ડ ડોગનો ઉપયોગ કરતી હોય છે. સામાન્ય રીતે શ્વાનમાં રહેલી સૂંઘવાની શક્તિને કારણે પોલીસ દ્વારા વિશેષ પ્રજાતિના શ્વાનોને પૂરતી તાલીમ આપી ઉપયોગ કરવામાં આવતો હોય છે, જેમાં લેબરાડોગ અને જર્મન સ્નેફર્ડપ્રજાતિના શ્વાન અતિ પ્રચલિત બની છે.
આ પણ વાંચો:Police Dog Old Age Home: નિવૃત્ત પોલીસ ડોગ માટે આણંદમાં રાજ્યનું પ્રથમ શ્વાન વૃદ્ધાશ્રમ શરુ કરાયુ
રિટાયર્ડ ડોગ કેનાલ શરૂ કરવામાં આવ્યું
પોલીસમાં ફરજ બજાવતા આ અતિ હોશિયાર શ્વાનની પણ પોલીસના જવાનોની જેમ મહેકમ આધારિત ભરતી કરવામાં આવતી હોય છે, જે નિયત વય મર્યાદામાં ફરજ બજાવ્યા બાદ નિવૃત કરી દેવામાં આવતા હોય છે, જેની સારસંભાળ રાખવા માટે આણંદના પોલીસ મુખ્યાલય પાસે દેશની બીજી અને પોલીસ ખાતાની પહેલી રિટાયર્ડ ડોગ કેનાલ (હોસ્ટેલ, ઓલ્ડએજ હોમ ફોર ડોગ) શરૂ કરવામાં આવ્યું છે.