ગુજરાત

gujarat

By

Published : Aug 28, 2020, 3:14 PM IST

ETV Bharat / state

જાણો ભારત અને આફ્રિકાની યાદોના ખજા સમી 88 વર્ષ જૂની હવેલી વિશે

દેશનું ધનાઢ્ય ગામ અને ગુજરાતના પેરિસ ગણાતા ધર્મજ ગામમાં આવેલું "રહોડીશ્યા હાઉસ" આ મકાન આણંદ જિલ્લામાં ધર્મજ ગામની ઓળખમાં વધારો કરી રહ્યું છે. ધર્મજ ગામ આણંદથી 20 કિલોમીટર ખંભાત તરફ આવેલું છે. જ્યાં 1932માં આ બેજોડ હવેલીનું નિર્માણ થયું હતું.

aanad
જાણો ભારત અને આફ્રિકાની યાદોના ખજા સમી, 88 વર્ષ જૂની હવેલી વિશે

આણંદ: આઝાદી પૂર્વે આજનું ધર્મજ ગામ ગાયકવાડ રાજનું ભાગ હતું. બૃહદ ચરોતરમાં કેમ્બેય અને ખેરા યુનિયન તેના બે ભાગ હતા. તે સમયે અંગ્રેજોના શાસનમાં ગાયકવાડી સરકારનું રાજ હતું. વડોદરાના સર સયાજીરાવ ગાયકવાડના શિક્ષા અને અભ્યતાના સમન્વય સાથે તેઓ એ સમયે ભારતીયોને વિદેશનો પ્રવાસ ખેડવા પ્રોત્સાહિત કરતા જેના ભાગ રૂપે હાલના ચરોતરના પેરિસ ધર્મજમાંથી 1915ની સાલમાં બે ભાઈઓએ આફ્રિકાની વાટ પકડી હતી.

જાણો ભારત અને આફ્રિકાની યાદોના ખજા સમી 88 વર્ષ જૂની હવેલી વિશે
ધર્મજમાં રહેતા સોમાભાઈ જે પહેલેથી સાહસિક અને ઉત્સાહી સ્વભાવ ધરાવતા જેઓએ આજથી 105 વર્ષ પહેલાં વિદેશ જઈ કિસ્મત અજમાવવાનો સાહસિક નિર્ણય કર્યો અને વર્ષ 1915માં પરીવાર અને ભાઈ સાથે દરિયાઈ માર્ગે આફ્રિકા પહોંચ્યા. તે સમયે આફ્રિકામાં આવેલો ઝાંબિયા પ્રદેશ "રહોડીશ્યા" નામથી ઓળખાતો હતો. જ્યાં સોમાભાઈએ સ્થાયી થઈ વેપારમાં નસીબ અજમાવ્યું અને મહેનત કરી સફળ પણ બન્યા અને 1932 આસપાસ આ રહોડીશ્યા હાઉસનું નિર્માણ કર્યું. જે આજે 88 વર્ષે પણ પટેલ પરિવારની વતન પ્રેમની ઝાંખી પુરે છે.વિદેશમાં સ્થાયી થયેલો આખો પરિવાર પ્રસંગોપાત વતન ધર્મજ મુકામે આવતો અને રહોડીશ્યા હાઉસમાં રહેતો તે સિવાય આ મકાન બંધ રહેતું. પરંતુ બંધ રહેવા છતાં મકાનમાં કોઈ નુકસાની આવી નથી. સોમાભાઈના પૌત્રી અલ્પિતા પટેલ દ્વારા આ જુનવાણી હવેલીનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું અને તેને પુનઃ મૂળ આકારમાં ઢાળવામાં આવ્યું.
જાણો ભારત અને આફ્રિકાની યાદોના ખજા સમી 88 વર્ષ જૂની હવેલી વિશે
અલ્પિતા પટેલે etv bharat સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, આજથી 105 વર્ષ અગાઉ તેમના પૂર્વજો (દાદાજી) કેવી રીતે આફ્રિકા ગયા અને ત્યાં પહોંચ્યા બાદ કેવી રીતે વતનમાં આ ઘર બનાવ્યું, અને હવે તેમના પરિવાર માટે આ મકાનનું મહત્વ કેટલું છે. તેમણે જણાવ્યું કે, આ મકાન તે સમયની કારીગરીનું ઉત્તમ ઉદાહરણ છે. આટલા વર્ષનો સમય વીતી ગયાં છતાં તેનું બંધારણ મજબૂત છે. આ સાથે જ તે સમયે આધુનિક માનવામાં આવતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. જેને જીવવું તે આ મકાનની ખાસિયત છે. આફ્રિકા અને ભારતને જોડતી બે સભ્યતાઓની આ મકાન ઝાંખી પુરે છે. આ સાથે જ દાદા સોમાભાઈ અને બા ચંચલબેને કરેલી યાત્રાઓ અને તે સાથે કરેલા સંઘર્ષની યાદો તાજી કરે છે. તેમજ તે સમયે ઉપયોગમાં લેવાતા દસ્તાવેજો આજે પણ ઘરમાં રહેલા છે.
જાણો ભારત અને આફ્રિકાની યાદોના ખજા સમી 88 વર્ષ જૂની હવેલી વિશે
અલ્પિતા પટેલે જણાવ્યું હતું કે, આજે પણ આ પ્રકારના જુના મકાનો આપણા દેશની આર્કિટેક્ટને જીવંત રાખે છે. આ પ્રકાના મકાનો તેનું વિશિષ્ટ પ્રકારનું બાંધકામ, લાકડાનું કામ તેની આકૃતિ વગેરે ખૂબ જ અદભૂત હોય છે. હજુ આપણા દેશમાં લોકો જૂની ઇમારતોનું મહત્વ સમજતા નથી. જે પદ્ધતિ થકી આ પ્રકારના મકાનો બનાવવામાં આવ્યા છે. તે પદ્ધતિઓના કારીગરો હવે નામશેષ બચ્યા છે. જો તેમને હવે કામ નહીં મળે તો આ બાંધકામ પ્રણાલી નાશ પામશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારના મકાનોનું બાંધકામ આજના સિમેન્ટના બાંધકામ કરતા તદ્દન અલગ હોય છે. જે આપણા દેશની ઓળખ બની શક., વિદેશમાં જુના મકાનોની કિંમત લોકો જાણે છે. તે કારીગરી અને તેની બનાવટને સમજે છે. આપણા દેશમાં પણ હજુ ઘણા આવા મકાનો છે, જે ભારતના કારીગરોની કુશળતાની ઝાંખી પુરે છે. તેને સાચવવું જોઇએ. તેને તોડી નવું બનાવવું તે વિકલ્પથી આવનારી પેઢી આ કારીગરી જોઈ નહીં શકે અને તેમને ખ્યાલ જ નહીં આવે કે આપણા પૂર્વજો કેવી રીતે રહેતા અને તે ક્યાંથી આવ્યા હતા.આજના યુવાનોને ઇતિહાસ અને જૂની પરંપરાગત કારીગરીથી રૂબરૂ કરાવવા અલ્પિતા પટેલે તેમના ઘરના એક રૂમમાં જ્યાં પહેલા કસ્ટમ ઓફીસ હતી. તેને કેફેમાં ફેરવ્યું છે. તેમના દાદાજીની અને પરિવારની જૂની યાદો ગામની યુવા પેઢી માટે પ્રેરણાબળ પૂરું પાડે તેવો પ્રયત્ન કર્યો છે.રહોડીશ્યા હાઉસમાં તેમણે ગાંધીજીના આફ્રિકા પ્રવાસની ઝાંખી કરાવી છે. આફ્રિકાના ચિત્રો સાથે ભારતીય પરંપરાગત બાંધકામનો સુંદર સમન્વય સાધી પરિવારના ઇતિહાસની જાળવણી કરી સમાજને ભારતીય વારસાનું મહત્વ સમજાવવા પ્રેરણા પુરી પાડી છે. આજે ફરીથી રહોડીશ્યા હાઉસ 30 વર્ષ બંધ રહ્યા બાદ પરિવારની દીકરીના પ્રયત્નો થકી પુનઃ તેની ઓળખ પાછી મેળવી શક્યું છે.

ABOUT THE AUTHOR

...view details