- વિવિધ શાળાઓમાં ધોરણ-3થી 8ની નિદાનાત્મક કસોટી
- 65થી 70 ટકા વિદ્યાર્થીઓ રહ્યા હાજર
- કસોટીનો મુખ્ય હેતુ ઓનલાઈન શિક્ષણમાં બાળકો કેટલું શીખ્યા તે જાણવાનો છે
આણંદ: જિલ્લાના ખંભાત શહેરના શિક્ષક અગ્રણી મનીષભાઈ રબારીએ જણાવ્યું હતું કે, ધોરણ-3થી 5ના વર્ગો 15 માર્ચ 2021 પહેલા શરૂ કરવાની શિક્ષણ વિભાગે તૈયારીઓ કરી હતી. કોરોનાના કેસમાં ફરી ઉછાળો આવતા આ વર્ગો શરૂ કર્યા નથી. ધોરણ-3થી 5ના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ જ આપવામાં આવશે. હાલમાં ધોરણ-6થી 8માં નિદાનાત્મક કસોટીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ ઓનલાઈન વર્ગોમાં કેટલું શીખ્યા, કેવું શીખ્યા તે જાણવા માટેનો જ આ એક અભિગમ છે.
આ પણ વાંચો:ઓનલાઇન અભ્યાસને કારણે માનસિક થાક અનુભવતા બાળકો યોગ તરફ વળ્યાં