ગુજરાત

gujarat

ETV Bharat / state

Anand Taluka Panchayat Election : આણંદ જિલ્લાની 6 તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ

આણંદ જિલ્લાની 8 પૈકી 6 તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ જાહેર થયા છે. જ્યારે ઉમરેઠ અને આંકલાવ તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે આજે ચૂંટણી યોજાશે. ત્યારે જાણો કયા તાલુકામાં કોણ બન્યું વિજેતા...

Taluka Panchayat Election
Taluka Panchayat Election

By ETV Bharat Gujarati Team

Published : Sep 12, 2023, 2:57 PM IST

આણંદ :જિલ્લાની આઠ તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વર્ષની પ્રથમ ટર્મ પૂરી થતી હોવાથી બીજી ટર્મ માટે આજરોજ ચૂંટણી યોજાનાર છે. જે અંતર્ગત ચૂંટણીમાં ઉમેદવારીના ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાં આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ, સોજીત્રા અને તારાપુર મળીને 6 તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ તરીકે ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભરેલ હોવાથી તેઓ બિનહરિફ થયા છે. જ્યારે ઉમરેઠ અને આંકલાવ તાલુકા પંચાયતમાં ભાજપ સામે કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે. આથી આ બંને તાલુકા પંચાયતમાં આજે ચૂંટણી યોજાશે.

6 તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ

6 તાલુકા પંચાયતોમાં એકતરફી પરિણામ :ભાજપ દ્વારા તાલુકા પંચાયતના હોદ્દેદારો સાથે બેઠક યોજીને પ્રદેશ કક્ષાએથી આવેલ મેન્ડેડ જાહેર કરાયો હતો. તે મુજબ ઉમેદવારોના ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. તાજેતરમાં પ્રદેશ ભાજપના ત્રણ નિરીક્ષકોની ટીમે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી કમિટીના ચેરમેનના નામ અંગે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. ત્યારબાદ જિલ્લા સંગઠન સાથે ચર્ચા કરીને સમગ્ર અહેવાલ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરાયો હતો.

પ્રદેશ ભાજપમાંથી મેન્ડેટ : મળતી વિગતો અનુસાર ગત શનિવારે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની યોજાઈ હતી. આ બેઠકમાં આણંદ જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી કમિટીના ચેરમેન તરીકેના ફાઇનલ નામ તૈયાર કર્યા હતા. દરમિયાન આજે તાલુકા પંચાયતો માટે ભાજપ દ્વારા આણંદના સર્કીટ હાઉસમાં તાલુકા પંચાયતના સભ્યોની બેઠક યોજાઈ હતી. સૌને પ્રદેશમાંથી આવેલા મેન્ડેટની જાણ કરવામાં આવી હતી. મેન્ડેટ મુજબના ઉમેદવારોના ફોર્મ ભરાવવામાં આવ્યા હતા.

આંકલાવમાં કોંગ્રેસની બહુમતી : આણંદ જિલ્લાની 8 પૈકી 6 તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ બન્યા છે. જયારે આંકલાવમાં કુલ 20 બેઠકો પૈકી કોંગ્રેસ 13 અને ભાજપ 7 બેઠકો ધરાવે છે. અહીં ભાજપની સામે કોંગ્રેસમાંથી પ્રમુખપદે ઉષાબેન એમ.પઢીયાર અને ઉપપ્રમુખ તરીકે સંજયભાઇ બી.પઢીયારે ઝુકાવ્યું છે. કોંગ્રેસની બહુમતી હોવાથી કોઇ રાજકીય દાવપેચ ન થાય તો કોંગ્રેસના ઉમેદવારો બિનહરીફ બનશેની સીધી ગણતરી છે.

ઉમરેઠમાં રસપ્રદ જંગ : ઉમરેઠમાં કુલ 22 બેઠકો પૈકી ભાજપ 13 અને કોંગ્રેસની 9 બેઠકો છે. ભાજપની સામે કોંગ્રેસમાંથી પ્રમુખપદે રાજેન્દ્રસિંહ એમ. સોલંકી અને ઉપપ્રમુખપદે જીજ્ઞેશભાઇ જી. ભોઇએ ઉમેદવારી નોંધાવી છે. ચર્ચાનુસાર ઉમરેઠ તાલુકા પંચાયતમાં ભાજપના કેટલાક નારાજ સભ્યો સાથે કોંગી અગ્રણીઓ સંપર્કમાં હોવા સાથે છેલ્લા દસેક દિવસથી ખાનગી બેઠકોનો દૌર જામી રહ્યો છે. આથી ચૂંટણીમાં હવે કોની તરફે પલ્લું નમે છે તે તરફ સૌની નજર મંડાઈ છે.

તાલુકા પંચાયતોમાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખના સત્તાવાર ઉમેદવાર :

તાલુકો પ્રમુખ ઉપપ્રમુખ

  • આણંદ પારૂલબેન વી.પરમાર કલ્પેશભાઈ કે.પટેલ
  • બોરસદ મિહિરભાઈ પી.પટેલ લક્ષ્મીબેન કે.પરમાર
  • ખંભાત શિવાનીબેન કે.પટેલ વિરેન્દ્રસિંહ આર.પરમાર
  • પેટલાદ સોનલબેન કે.પટેલ કિરણભાઇ એ.પરમાર
  • સોજીત્રા મેહુલભાઇ એસ.ગોહેલ કોકીલાબેન આર.સોલંકી
  • તારાપુર શિલ્પાબેન ડી.પટેલ પ્રેમિલાબેન જી.રાઠોડ
  • ઉમરેઠ પ્રતાપભાઇ પી.પટેલ સૂર્યાબેન એન.ઝાલા
  • આંકલાવ પુનમભાઇ એમ.પરમાર રંજનબેન આર.ઠાકોર
  1. Mangrol Taluka Panchayat Election : માંગરોળ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું, સેન્સ પ્રક્રિયા શરુ
  2. Anand Collector Office News Update: બહુ ચકચારી આણંદ કલેકટર ઓફિસ વીડિયો કાંડના 3 આરોપીઓના જામીન નામંજૂર, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

ABOUT THE AUTHOR

...view details