આણંદ:શહેરના કરમસદની એક ખાનગી હોસ્પિટલમાં(Private Hospital Anand) કટોકટીના સમયે દાખલ કરવામાં આવેલા દર્દીને સઘન સારવાર આપી નવજીવન આપવામાં આવ્યું હતું. તેમાં પરિણીતાનું પ્રસુતિ બાદ હૃદય બંધ પડી જતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ(Emergency Treatment Private Hospital) લાવવામાં આવી હતી. જેને ડોક્ટર્સની ટીમ દ્વારા હૃદય ફરી ધબકતું કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:માટીનું પ્રદૂષણ છે, હૃદયરોગના જોખમ માટે હાનિકારક...
ખાનગી હોસ્પિટલ, કરમસદ - સારસાના વ્હેરાખાડીમાં રહેતા 30 વર્ષિય અનિતા વાહણીકને પ્રસુતિનો દુઃખાવો થતાં(Due to Labor Pains) ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં. જ્યાં તેમણે સિઝેરિયન ઓપરેશન(Cesarean operation For Pregnancy) દ્વારા બાળકીને જન્મ આપ્યો હતો. બાદમાં તેમને ખેંચ આવતા 108 એમ્બ્યુન્લસ મારફતે ખાનગી હોસ્પિટલ, કરમસદમાં લાવવામાં આવ્યાં હતાં.
ખેંચ આવતા હૃદય બંધ પડી ગયું - જોકે, રસ્તામાં જ તેમનું હૃદય બંધ પડી ગયું હતું. જેને ખાનગી હોસ્પિટલની ઇમરજન્સી વિભાગની ટીમ(Team of Emergency Department of Sri Krishna Hospital) દ્વારા હૃદયને ફરીથી ધબકતું કરવામાં આવ્યું હતું. તેમને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં(Intensive care unit) દોઢ મહિના સુધી સઘન સારવાર આપવામાં આવી હતી. આ સારવાર દરમિયાન તેમને ખેંચ આવતી હતી. જેથી વેન્ટિલેટર સપોર્ટ સાથે ઇન્ટેન્સિવિસ્ટ ડોક્ટર્સની(Doctors of Karamsad Shrikrishna Hospital) દેખરેખ હેઠળ રાખવામાં આવ્યાં હતાં.
પરિણીતાના બંધ પડેલા હૃદયને ફરીથી ધબકતું કર્યું -આ અંગે ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, અનિતાની ગંભીર સ્થિતિ જોતા આ એક ચમત્કાર જ કહી શકાય. કારણ કે જ્યારે તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં ત્યારે તેમનું હૃદય બંધ પડી ગયું હતું, પરંતુ તેમને બચાવવા માટે અમે ખૂબ જ પ્રયત્ન કર્યા હતા. તબિયતમાં સુધારો થતાં રજા આપવામાં આવી હતી. અલબત્ત, તેમના પતિ ખેતમજુરી કરતા હોવાથી સારવાર ખર્ચ ઉઠાવી શકે તેમ ન હતા. જેથી હોસ્પિટલે સારવાર ખર્ચમાં મદદ કરી હતી.
આ પણ વાંચો:Animal to human transplantation: શું ભવિષ્યમાં પ્રાણીથી માનવ પ્રત્યારોપણ સફળ થઈ શકે છે?
ગુજરાતનું સૌથી મોટું ક્રિટિકલ કેર સેન્ટર -અત્રે ઉલ્લેખનીય છે કે, કરમસદની ખાનગી હોસ્પિટલમાં દ્વારા જરૂરતમંદ દર્દીઓની સારવાર માટે રૂપિયા 35 કરોડની ખાદ્ય ભોગવે છે. વે મેઇડ ક્રિટિકલ કેર સેન્ટર(Maid Critical Care Center) 172 ICU પથારી ધરાવતું ગુજરાતનું સૌથી મોટું ક્રિટિકલ કેર સેન્ટર(Largest Critical Care Center Gujarat) છે. જ્યાં રાજ્યભરમાંથી ગંભીર દર્દીઓ સારવાર અર્થે આવે છે. સેન્ટરમાં ચોવીસ કલાક ઇન્ટેન્સિવિસ્ટ અને તાલીમ પામેલા નર્સ કાર્યરત છે.