ખંભાતઃ પ્રાપ્ત માહિતી અનુસાર ખંભાતમાં જૂથ અથડામણ થયાને 48 કલાકનો સમય વીતી ગયો હોવા છતાં પણ માહોલ શાંત પડ્યો નથી. રવિવારની ઘટનાની ગંભીરતાને લઇને હિન્દુ સંગઠનો દ્વારા આજે ખંભાત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જેને ખંભાત સદંતર બંધ રાખી સમર્થન આપ્યું હતું.
રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા દ્વારા ખંભાતમાં અશાંત ધારો લાગુ કરાશે - khmbhat latest news
ખંભાતમાં રવિવારે થયેલા જૂથ અથડામણને કારણે અનેક વિસ્તારોમાં માહોલ તંગ બન્યો હતો. જેમાં 50 કરતાં વધુ મકાનોને આગ ચંપી તથા માલ મિલકતોને નુકસાન પહોંચાડવામાં આવ્યુ હતું. જેને લઇને રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા દ્વારા ખંભાતમાં તાત્કાલિક અસરથી અશાંત ધારો લાગુ કરવા માટે જાહેરાત કરવામાં આવી છે.
![રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા દ્વારા ખંભાતમાં અશાંત ધારો લાગુ કરાશે khmbhat latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6198804-thumbnail-3x2-oooo.jpg)
khmbhat latest news
બીજી તરફ ગુજરાત રાજ્યાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા દ્વારા ખંભાતમાં તાત્કાલિક અસરથી અશાંત ધારો લાગુ કરવા માટે જાહેરાત કરવામાં આવી છે. સાથે ખંભાતના SDPO તરીકે ભારતીબેન પંડયા અને આણંદ પોલીસ અધિક્ષક રજા પર હોઈ તેમના સ્થાને DSP તરીકે અજિત રાજ્યણીની નિમણૂંક કરવામાં આવી છે. સૂત્રો અનુસાર ખંભાતના પોલીસ ઈન્સપેક્ટર ડી. પી. ચૌહાણને પણ લિવ રીઝર્વ પર ઉતારી તેમના સ્થાને તારાપુરના પોલીસ ઇન્સપેક્ટર ડી. એસ. ગોહિલની નિમણૂંક કરવામાં આવી છે.
રાજયના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા દ્વારા ખંભાતમાં અશાંત ધારો લાગુ કરાયો
Last Updated : Feb 25, 2020, 5:18 PM IST