ગુજરાત

gujarat

By

Published : Oct 1, 2020, 8:28 PM IST

ETV Bharat / state

આણંદ જનરલ હોસ્પિટલ કોવિડ દર્દીઓ માટે બની આશીર્વાદરૂપ: જુઓ વિશેષ અહેવાલ

વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના સંક્રમણને ફેલાતું રોકવા અને કોરોના સામે લડવા આરોગ્ય વિભાગના કર્મચારીઓ કોરોના વોરિયર્સ બની સામે આવ્યા હતા અને સરકારી હોસ્પિટલો કોવિડ હોસ્પિટલમાં ફેરવી દેવામાં આવી હતી, જે દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ. આ વાત છે આણંદની સરકારી હોસ્પીટલની જેમાંથી 250 જેટલા પોઝિટિવ દર્દીઓ સારવાર મેળવી સ્વસ્થ બની ચૂક્યા છે.

આણંદ જનરલ હોસ્પિટલ કોવિડ દર્દીઓ માટે બની આશીર્વાદરૂપ
આણંદ જનરલ હોસ્પિટલ કોવિડ દર્દીઓ માટે બની આશીર્વાદરૂપ

આણંદ. આણંદ જિલ્લામાંકોરોનાના સંક્રમિત દર્દીઓનો આંક 1100 ને પાર પહોંચી ગયો છે ત્યારે આણંદ જનરલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારામાં પણ વધારો નોંધાયો છે. કોરોના જેવી મહામારીમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવું ખૂબ ખર્ચાળ બન્યું છે, ત્યારે આણંદની જનરલ હોસ્પિટલમાં અપાતી કોરોનાની સારવારથી દર્દીઓ સંતુષ્ટ થઈ રહ્યા છે.

આણંદ જનરલ હોસ્પિટલ કોવિડ દર્દીઓ માટે બની આશીર્વાદરૂપ

આણંદ જનરલ હોસ્પિટલમાં કોવિડ કાળ દરમિયાન 15000 કરતા વધારે દર્દીઓ સારવાર માટે આવી ચૂક્યા છે, જેમાંથી 1100 જેટલા કોવિડ સંભવિત દર્દીઓ હોસ્પિટલમાં ઇન્ડોર દાખલ થઈ સારવાર લઈ ચૂક્યા છે. તેમજ 250 જેટલા પોઝિટિવ દર્દીઓ સારવાર મેળવી સ્વસ્થ બની ચૂક્યા છે.

આણંદ જનરલ હોસ્પિટલ કોવિડ દર્દીઓ માટે બની આશીર્વાદરૂપ
આણંદ જનરલ હોસ્પિટલના ડોકટર જીગ્નેશ પારધીએ etv ભારતને જણાવ્યું હતું કે તેમની હોસ્પિટલમાં કોરોનાનો ભોગ બનેલા દર્દીઓને સરકારી ગાઈડલાઈન્સ મુજબ સારવાર આપવામાં આવે છે આણંદ જનરલ હોસ્પિટલમાં 50 બેડનો કોવિડ વોર્ડ બનાવવામાં આવ્યો છે, જેમાં આધુનિક ઉપરકરણો સાથે દર્દીઓ માટે જરૂરી તમામ સુવિધાઓ સાથે સારવાર આપવામાં આવે છે.
આણંદ જનરલ હોસ્પિટલ કોવિડ દર્દીઓ માટે બની આશીર્વાદરૂપ

ખાનગી હોસ્પિટલમાં કોવિડની સારવાર લેવી ખર્ચાળ બની છે ત્યારે આણંદ ની જનરલ હોસ્પિટલ કોવિડ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

આણંદ જનરલ હોસ્પિટલ કોવિડ દર્દીઓ માટે બની આશીર્વાદરૂપ
કોવીડ 19 ના સંક્રમિત દર્દીઓને સરકાર દ્વારા વિનામૂલ્યે આધુનિક સારવાર આપવામાં આવે છે. 24 કલાક અપાતી સારવારમાં 30 કરતા વધારે નર્સ, નિષ્ણાત તબીબી અને મેડિકલ ઓફિસરો દર્દીઓને સ્વસ્થ કરવા ફરજ પર હાજર રહે છે. અહીં દર્દીઓને રહેવા સાથે નાસ્તા અને જમવાની પણ યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે જેમાં દર્દીઓના પોષણ પર પણ પૂરતું ધ્યાન આપવામાં આવે છે.
આણંદ જનરલ હોસ્પિટલ કોવિડ દર્દીઓ માટે બની આશીર્વાદરૂપ

સમાજનો સક્ષમ વર્ગ પણ અહીં સારવાર લઈ સ્વસ્થ બન્યો છે. આમ આણંદ જનરલ હોસ્પિટલમાં આપવામાં આવતી સારવાર વડે નાગરિકોનો તંત્ર પરનો વિશ્વાસ મજબૂત બન્યો છે.

આણંદ જનરલ હોસ્પિટલ કોવિડ દર્દીઓ માટે બની આશીર્વાદરૂપ

ABOUT THE AUTHOR

...view details