આણંદ: કોરોના સંક્રમણને અટકાવવા માટે સરકારે લીધેલો નવરાત્રી આયોજન રદ કરવાનો નિર્ણય આવકારદાયક છે, પરંતુ મહામારીને લઇને જે વેપારીઓ લાંબા સમયથી ઘરાકીના અભાવે બેસી રહ્યા છે તેમની પરિસ્થિતીમાં ખાસ ફરક પડ્યો નથી.
સરકારે નવરાત્રીનું આયોજન કર્યુ રદ, શું કહી રહ્યા છે આણંદના વેપારીઓ? આણંદ જિલ્લાના ચણિયાચોળીના વેપારીઓના ધંધા પર પણ કોરોનાને લીધે માઠી અસર પહોંચી છે.
સરકારે નવરાત્રીનું આયોજન કર્યુ રદ, શું કહી રહ્યા છે આણંદના વેપારીઓ? નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ તેમના વસ્ત્રો તેમજ આભૂષણો પર પણ ખાસ ધ્યાન આપતા હોય છે. અવનવી વેરાયટીના ચણિયાચોળી ખરીદવા માટે મોડે સુધી બજારમાં લોકોની ભીડ જોવા મળતી હોય છે.
સરકારે નવરાત્રીનું આયોજન કર્યુ રદ, શું કહી રહ્યા છે આણંદના વેપારીઓ? ખાસ કરીને વિદેશથી આવતા લોકો ડિઝાઇનર ચણિયાચોળીની વધુ માગ કરતા હોય છે. પરંતુ આ વખતે પરંપરાગત વેપારીઓની જેમ ડિઝાઇનર ચણિયાચોળીના વેપારીઓ પણ આર્થિક તંગીનો અનુભવ કરી રહ્યા છે.
સરકારે નવરાત્રીનું આયોજન કર્યુ રદ, શું કહી રહ્યા છે આણંદના વેપારીઓ? આણંદ જિલ્લા કલેક્ટર આર જી ગોહિલ દ્વારા લોકોને આ પર્વની ઉજવણી ઘરેથી જ કરવાની સલાહ આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે હાલ આણંદ જીલ્લામાં નવરાત્રી આયોજન સરકારના આદેશને અનુસરીને મોકૂફ રાખવામાં આવ્યું છે જેથી લોકો ઘરેબેઠા જ શક્તિના આ પર્વની ઉજવણી કરે તે ઇચ્છનીય છે.
સરકારે નવરાત્રીનું આયોજન કર્યુ રદ, શું કહી રહ્યા છે આણંદના વેપારીઓ? કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાયેલા સરકારના આ નિર્ણયને આણંદ શહેરના ગરબા આયોજકો દ્વારા પણ સમર્થન આપવામાં આવી રહ્યું છે ત્યારે સૌ કોઈ હવે વર્ષ 2021ની નવરાત્રી સ્વસ્થતાપૂર્વક ઉજવી શકે તેવી આશા સેવી રહ્યા છે. સરકારે નવરાત્રીનું આયોજન કર્યુ રદ, શું કહી રહ્યા છે આણંદના ચણિયાચોળીના વેપારીઓ? - આણંદથી યશદીપ ગઢવીનો વિશેષ અહેવાલ