- આણંદના નિવૃત શિક્ષક દંપતિ છેલ્લા 13 વર્ષથી કરે છે નિસહાય વૃદ્ધોની મદદ
- વર્ષ 2008થી કરી હતી શરૂઆત
- પોતાના પેન્શનમાંથી કરે છે કરિયાણા કીટની સહાય
આણંદ: આણંદના નિવૃત શિક્ષક દંપતિ વિપિન પંડ્યા અને તેમના પત્ની સવિતાબેન પંડ્યાએ એક અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે જે હજારો સલામને લાયક છે. આધુનિક યુગમાં અનેક સંતાનો પોતાના માતા-પિતાને તેમના જીવનના અંતિમ પડાવ દરમિયાન વૃદ્ધાશ્રમના દરવાજે મૂકી આવતા હોય છે ત્યારે આ દંપતિ છેલ્લા 13 વર્ષથી નિસ્વાર્થ ભાવે નિ:સહાય વૃદ્ધોની સેવા કરી રહ્યા છે. દર મહિને આ દંપતિ તમામ પ્રકારની મદદ તેમજ જીવન જરૂરિયાતની કીટ બનાવી એક્ટીવા પર નીકળી પડે છે અને આણંદ સહિતના આસપાસના વિસ્તારમાં વસતા 140 જેટલા નિરાધાર વૃદ્ધોને આ મદદ પહોંચાડે છે.
વર્ષ 2008માં આ શિક્ષક દંપતિ સિનિયર સિટીઝન ફોરમના એક સભ્યના ઘરે ગયા અને તેમની પરિસ્થિતિ નજરે નિહાળી. આર્થિક રીતે કણસતા વૃદ્ધોને જોઈ આ દંપતિએ વૃદ્ધોને મદદ કરવાનો સંકલ્પ કર્યો અને ત્યારથી જ શરુ થયો આ અનોખો સેવાયજ્ઞ. પોતાના પેન્શનમાંથી આ દંપતિએ આવા અનેક નિરાધાર વૃદ્ધોને દર માસે જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ સહિત કપડાં-દવાઓ સાથે જરૂર પડે તો તબીબી સારવાર પણ ઉપલબ્ધ કરાવવાનું શરૂ કર્યું છે અને સમાજમાં એક ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
અન્ય લોકો પાસેથી પણ મેળવે છે સહાય