ગુજરાત

gujarat

ETV Bharat / state

SP યુનિવર્સિટીનો 62મો પદવીદાન સમારંભ યોજાયો, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આપી હાજરી

આણંદ: વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ યોજાયો. જેમાં આ વર્ષે ઉતીર્ણ 15,505 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી. આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ભારત દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ઉપસ્થિત રહ્યાં હતા.

sp-university-held-62nd-graduation-ceremony
SP યુનિવર્સિટીનો 62મો પદવીદાન સમારંભ યોજાયો, ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડૂ રહ્યા ઉપસ્થિત

By

Published : Dec 15, 2019, 5:35 PM IST

સરદાર પટેલ યુનિવર્સિટીના 62માં પદવીદાન સમારોહનું આયોજન કરાયું. વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે યોજાયેલ પદવીદાન સમારોહમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા.

ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડૂ ઉપસ્થિત રહ્યા

આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આણંદના સાંસદ મિતેશ પટેલ, એસ.પી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તુષાર મજમુદાર સહિત સેનેટના સભ્યોએ અને ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

SP યુનિવર્સિટીનો 62મો પદવીદાન સમારંભ યોજાયો, ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડૂ રહ્યા ઉપસ્થિત
સરદાર પટેલ યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ 11 અભ્યાસક્રમોમાંથી કુલ 15,505 વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાની પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં કુલ 119 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરાયા હતા.આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન આપતા દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ પોતાની માતૃભાષાને વધુ મહત્વ આપવું જોઈએ. દરેક નાગરિકની ફરજ બને છે કે તેની માતૃભાષાની તે રક્ષા કરે. માતૃભાષા વ્યક્તિની આંખ જેવી છે તથા બીજી ભાષા તે આંખ પરના ચશ્મા સમાન છે.

ABOUT THE AUTHOR

...view details