ભારત સરકાર દ્વારા 1903માં વૈજનાથ મહાદેવના શિવલિંગમાંથી વહેતા જળ સ્ત્રોતનું કોલેટી ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું હતું. જેમાં વૈજ્ઞાનિકો દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું કે, શિવલિંગમાંથી વહેતો જલપ્રવાહ આસપાસના વિસ્તારના જળ કરતા અલગ પ્રકૃતિનું છે. 1993ની આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં રહેતા ભકતોનો આ મંદિર પર વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે. કહેવાય છે કે, આ મંદિરની સ્થાપના સિદ્ધરાજ જયસિંહ દ્વારા તેના શાસનકાળ દરમિયાન કરવામાં આવી હતી. જેના દસ્તાવેજી પુરાવા આજે પણ આ મંદિરમાં હ્યાત છે. અહીં આવતાં શ્રદ્ધાળુઓની દરેક ઇચ્છા પૂર્ણ થાય છે.
અહીંના શિવલિંગમાં હજારો છિદ્રો, અવિરત વહે છે જલપ્રવાહ - વૈજનાથ શિવાલય
આણંદઃ આણંદથી માત્ર બે કિલોમીટરના અંતરે આવેલા જીટોડિયા ગામમાં વૈજનાથ મહાદેવ મંદિર અતિ પુરાણુ અને અનેક લોકોના આસ્થાનું કેન્દ્ર બન્યું છે. કહેવાય છે કે, શિવજી અહીં ગંગાજી સાથે સાક્ષાત બિરાજમાન છે. સામાન્ય રીતે દરેક શિવાલયમાં ભોળાનાથના પ્રતિક સમાન શિવલિંગ હોય છે. પરંતુ વૈજનાથ મહાદેવમાં બિરાજતા શંકરનું શિવલિંગ તેનાથી કંઇક અલગ છે. આ શિવલિંગમાં હજારો છિદ્રો આવેલા છે, જેમાંથી અવિરત જલપ્રવાહ વહ્યા કરે છે.
વૈજનાથ મહાદેવ મંદિર શિવલિંગમાં હજારો છિદ્રો, અવિરત વહે છે જલપ્રવાહ
આમ ઐતિહાસિક વારસો ધરાવતું જીટોડિયાના વૈજનાથ મહાદેવ હજારો ભક્તોના દુઃખહર્તા શિવ અને શિવલિંગમાંથી વહેતા જળપ્રવાહને ગંગાજી માની તેને પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરે છે. જેનાથી અનેક શ્રદ્ધાળુઓએ પોતાના દુઃખ પણ દૂર કર્યા છે. આ મંદિરના પરચાની સાક્ષી પૂરતા અને કિસ્સાઓ અહીં શિવજીની ઉપસ્થિતિની સાક્ષી પૂરે છે.