આણંદઃ સમાજમાં ડોક્ટરને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ આણંદ જિલ્લામાં ડોક્ટરે તો કંઈક અલગ જ સ્વરૂપ બતાવ્યું (Shameful incident in Anand) છે. જિલ્લામાં તારાપુરના તબીબની ખાનગી હોસ્પિટલમાં એક મહિલા પ્રસૂતિ માટે આવી (Trouble of a pregnant woman in Anand) હતી. જોકે, તેની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી ડોક્ટરે તેની પ્રસૂતિ કરી નહતી. આખરે મહિલાએ હોસ્પિટલની બહાર બાળકને જન્મ (Negligence of Hospital in Anand) આપ્યો હતો. તો આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ (A Pregnant Woman video Viral in Anand ) થયો હતો. જોકે, સ્થાનિકોએ 108 એમ્બુલન્સ બોલાવી મહિલાની મદદ કરી હતી.
ડોકટરના સ્ટાફે ફાઈલ ન હોવાથી હોસ્પિટલમાં પ્રવેશ ન આપ્યાની ચર્ચા
તારાપુરની ઘટનામાં ચર્ચા છે કે, અમદાવાદ ગ્રામ્યમાં આવતા વાટામણ ચોકડી પાસે આવેલા બોરું ગામના પરિવારના અગાઉ 2 બાળકો તારાપુરની આ જ હોસ્પિટલમાં જન્મ લઈ ચૂક્યા છે. જ્યારે વિવાદિત બનાવમાં જ્યારે મહિલાને પ્રસવ પીડા ઉપડી ત્યારે તો ઉતાવળમાં ફાઈલ લાવવાની ભૂલી ગયા અને હોસ્પિટલમાં પ્રવેશ સમયે તેમની પાસે હાજર સ્ટાફ દ્વારા ફાઈલની માગણી કરવામાં આવી હતી. ત્યારબાદ ફાઈલ ન હોવાથી તેમને હોસ્પિટલના પ્રવેશ આપવામાં નહતો આવ્યો. જોકે, ત્યારબાદ હોસ્પિટલે 42,000 રૂપિયાની માગ કરી હતી, પરંતુ પૈસા ન હોવાથી ડોક્ટરે હોસ્પિટલનો દરવાજો બંધ કરી દીધો હતો.
મહિલા સારવાર માટે મીરાણી હોસ્પિટલમાં પહોંચી હતી
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, તારાપુર ગામમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં (Negligence of Hospital in Anand) પ્રસવપીડા સાથે એક પ્રસૂતા રવિવારે મધ્ય રાત્રિએ સારવાર માટે પહોંચી હતી, જેને કોઈ કારણોસર હોસ્પિટલમાં સારવાર આપવામાં (A woman was not treated at a private hospital in Anand) નહતી આવી. ત્યારબાદ આખરે મહિલાએ હોસ્પિટલની બહાર બાળકને જન્મ (Trouble of a pregnant woman in Anand) આપ્યો હતો.
સ્થાનિકોએ પીડિતાની કરી મદદ
તારાપુરના એક ખાનગી દવાખાના બહાર 108 એમ્બુલન્સ ઊભી હોય છે, જેમાં એક નવજાતને જન્મ બાદની પ્રાથમિક સારવાર આપતો કર્મચારી નજરે પડે છે. બીજી તરફ બાળકને જન્મ આપનારી મહિલા હોસ્પિટલના ઓટલા પર કણસતી હાલતમાં પડી હતી. તો સ્થાનિકો પીડિત પરિવારને આશ્વાસન અને મદદ આપતા જોવા મળ્યા હતા.
ડોક્ટરની સલાહ પછી મહિલાને કરમસદની હોસ્પિટલ લઈ જવાઈ
આ અંગે 108 એમ્બુલન્સના કર્મચારીએ જણાવ્યું હતું કે, તેઓ તારાપુરની મીરાણી હોસ્પિટલ (Negligence of Hospital in Anand) પહોંચ્યા હતા. ત્યારે ગર્ભવતી મહિલાનું અડધું બાળક બહાર આવી ગયું હતું. ત્યારબાદ પ્રથમ તો બાળકને બહાર લાવી મહિલાની પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી હતી. બાળકની નાળ જોડાયેલી હોય તેને તબીબી સારવાર માટે જરૂરી કામગીરી કરી તેને પ્રથમ તારાપુરની સરકારી દવાખાને પહોંચાડી ત્યાં હાજર ડોકટર ની સલાહ પ્રમાણે વધુ સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં.