આણંદ: લોકડાઉનના કારણે છેલ્લા ઘણા સમયથી દેશમાં ધંધા-રોજગાર બંધ હોવાને કારણે આઈસ્ક્રીમના વેચાણ ઉપર થયેલી અસર પર નિવેદન આપતા ગુજરાત મિલ્ક માર્કેટિંગના MD ડૉ આર.એસ. સોઢીએ જણાવ્યું હતું કે, આઈસ્ક્રીમ ઇન્ડસ્ટ્રી રૂપિયા 5 હજાર કરોડની છે. જેમાં મહત્તમ વેચાણ માર્ચ, એપ્રિલ, મે, જૂન એટલે કે ગરમીની સિઝનમાં થતું હોય છે. પરંતુ લોકડાઉનને પગલે આ ઇન્ડસ્ટ્રીએ ઘણી મુસીબતો સહન કરવી પડી છે.
લોકડાઉનમાં આઈસ્ક્રીમ વેચાણમાં ઘટાડો નોંધાયો: આર.એસ. સોઢી - ice cream selling
ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના MD ડૉક્ટર આર.એસ. સોઢીએ આઈસ્ક્રીમના વેચાણ અને ખરીદી પર કોરોના વાઇરસના સંક્રમણની થયેલી અસર પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.
લોકડાઉનમાં આઈસ્ક્રીમ વેચાણમાં ઘટાડો નોંધાયો: આર એસ સોઢી
દેશમાં થતા આઈસ્ક્રીમના કુલ વેચાણમાંથી 1 હજાર કરોડનું વેચાણ ફક્ત ગુજરાતમાં થાય છે. જેમાં ગરમીમાં ચાર મહિનામાં 600 કરોડ ઉપરાંતનું વેચાણ થતું હતું, પરંતુ લોકડાઉનના કારણે આ વેચાણમાં 95 ટકા ઘટાડો નોંધાયો હતો. એપ્રિલમાં 85 ટકા વેચાણ ઓછું થયું હતું અને મે માસમાં અત્યારે 60 ટકા ઓછું થયું છે. જે મહિનાના અંત સુધી અંદાજીત 30 ટકા રહશે તેવું અનુમાન છે.