આણંદ : સમગ્ર દેશમાં વિશ્વ મહામારી સામે લડાઈ ચાલી રહી છે. ત્યારે આણંદની એક સંસ્થાના આચાર્યએ વિદ્યાર્થીઓ અને તેમના વાલીને સંદેશ આપવામાં આવ્યો જેમાં કોરોના અને અભ્યાસ માટે જાગૃત બનવા અપીલ કરી હતી.
આણંદના આચાર્ય દ્વારા આપવામાં આવેલો સંદેશ.

પ્રિયજનો નમસ્કાર
આપ સૌ જાણો જ છો તેમ સમગ્ર વિશ્વને કોરોનાએ પોતાના ભરડામાં લીધુ છે ત્યારે, હું નાના ભૂલકાઓની શાળાની આચાર્યા હોવાથી એટલું જણાવવા માગું છું કે, નાના ભૂલકાઓ આવી બાબતોને સમજી ન શકે એટલે એમનામાં ના તો આ બાબતનો કોઈ ડર હોય કે ના સાવચેતી. આવા સંજોગોમાં આપણે સૌ વધુ સજાગ બનીને બાળકોનું બને તેટલું વધુ ધ્યાન રાખીએ તો અત્યંત આવકારદાયક બને છે. નાની નાની બાબતોનું ધ્યાન રાખવા અંગે બાળકોને થોડી ધીરજ રાખી અને તે બાબતે પૂરું પ્રોત્સાહન આપી ચોક્ક્સ કેળવી શકાય છે. તો આ બાબતે સૌને ખાસ વિનંતી છે કે આવા ભૂલકાંઓની વધુ કાળજી લેવામાં આવે, તેમને શક્ય હોય તેટલા કેળવવામાં આવે તો આ મહામારી સામેના ચોક્કસ જણાતા વિજયમાં, આવકારદાયક ગણાશે.. જો જો મારા ભૂલકાઓ ભુલાઈ ના જાય.
શ્રીમતી બેલાબેન પટેલ, આચાર્યા, શિશુવિહાર, ચરોતર એજ્યુકેશન સોસાયટી, આણંદ