આણંદ- જિલ્લાના ભાલેજ પાસેના ત્રણ ગામ દાગજીપૂરા ખાનકુવા જીતપુરાના સ્થાનિકોએ આજે અંદાજિત 4 વાગ્યા આસપાસ કથિત "ઉલ્કાપિંડ" જોયા પછી ટૂંક સમયમાં જ મોટો અવાજ સાંભળ્યો. અવાજ આવતા સ્થાનિકો સ્થળ પર દોડી આવ્યા હતાં જ્યાં તેમને અવકાશી પદાર્થ (Satellite fragmentation phenomenon)આવી પડ્યો હતો.
બપોરે બની ઘટના - આણંદ જિલ્લાના જીતપુરા દાગજીપૂરા અને ખાનકુવા ગામમાં આજે બપોરે બનેલી એક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં (Mysterious sphere in Anand ) કુતૂહલ સર્જ્યું હતું, સ્થાનિકો પાસેથી તાત્કાલિક ઘટના (Incidents of satellite fragmentation ) અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ ગામના સ્થાનિકોએ લગભગ 4 વાગ્યાના અરસામાં આકાશમાં કથિત "ઉલ્કાપિંડ" જોયા પછી તરત જ મોટો અવાજ સાંભળ્યો. તેના પછી એક મોટો વિસ્ફોટ થયો હતો. બાદમાં આ વિસ્તારમાં જુદા જુદા ત્રણ સ્થળો પર સેટેલાઇટના ટુકડાઓ (Incidents of satellite fragmentation )મળી આવ્યા હતાં.
આ પણ વાંચોઃ ગોંડલ તાલુકામાં વિચિત્ર અવકાશી નજારો દેખાયો, વીડિયો વાયરલ