- વિદ્યાનગરની જીસેટ કોલેજના વિદ્યાર્થીઓએ અનોખો રોબોટ વિકસાવ્યો
- વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવેલ રોબોટને સાયન્સ સિટી ખાતે પ્રદર્શિત કરવામાં આવશે
- ટેકનોલોજી અને ફીચરનો અદભુત સમન્વય
આણંદઃ વિદ્યાનગરની જી.એચ.પટેલ કોલેજ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજીના વિદ્યાર્થીઓએ ગુજકોસ્ટ ગાંધીનગરમાં આયોજિત રોબોફેસ્ટ સ્પર્ધામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. 135 જેટલી વિદ્યાર્થીઓની વિવિધ ટીમ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે આવી હતી. તેમા ત્રણ કેટેગરી પ્રમાણે vi6 કેટેગરીમાં જીસેટ કોલેજની ટીમ પ્રથમ પસંદગી સાથે વિજેતા બની છે.
વિદ્યાનગરના વિદ્યાર્થીએ બનાવેલા રોબોર્ટને ગુજરાત સાયન્સ સીટીમાં મળ્યું સ્થાન સરકાર દ્વારા પુરસ્કારથી સન્માનિત કરાયા
આ જીત બદલ તેમને સર્ટિફિકેટ અને અઢી લાખ રૂપિયા કેસ પ્રાઇઝ પણ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે. વિદ્યાર્થીઓના મોડેલને ગુજરાત સાયન્સ સીટીની રોબોટિક ગેલેરીમાં સ્થાન આપવામાં આવ્યું છે. કોલેજ તરફથી આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાં જીત પટેલ, કવિતા ગજ્જર, અક્ષય આહીર, શુભમ શર્મા, અને કૌશલ ચોલેરા દ્વારા આ રોબોટને વિકસાવવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓને પ્રોફેસર ભાવિકે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
રોવર રોબર્ટના લક્ષણો
ઉલ્લેખનીય છે કે તમેણે બનાવેલો રોવર રોબર્ટ એક જી.પી.એસ નેટવર્કને અનુશરે છે. તેમાં ઓટો મેમરી,ડે નાઈટ વિઝન કેમેરા, 3 કિલો ગ્રામ વજન ઉપાડવાની ક્ષમતા વાળા બે આર્મ સાથે 360 ડીગ્રી ઓલ સાઈડ ડ્રાઇવે મિકેનિઝમ, હાઇડ્રો મિકેનિઝમ સહિતના લક્ષણો સાથે આ રોવર રોબોર્ટ ખૂબ કારગર સાબિત થઈ શકે છે. રોબોટને ચલાવવા માટે કોઈ વ્યક્તિએ રહેવુ આવશ્યક નથી. GPS નેટવર્ક પર આ રોવર રોબર્ટ એકવાર પ્રોગ્રામ કર્યા બાદ આખો ટાસ્ક જાતે પૂરો કરે છે. જેથી એકવાર સિસ્ટમ દ્વારા રોબર્ટને પ્રોગ્રામ કર્યા બાદ તે આપો આપ કાર્ય પૂર્ણ કરવા સક્ષમ છે. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર આ રોવર રોબોર્ટ 3×3 ફૂટનો છે. જેનો ઉપયોગ સેમ્પલ કલેક્સન, ડિફેન્સ,સર્વે,ફોરેસ્ટ સર્વે જેવા કર્યોમાં ઉપયોગી બની શકે તેમ છે.
સાયન્સ સીટી ખાતે પ્રદર્શિત કરવામાં આવ્યો
હાલમાં આ રોવર રોબર્ટને સાયન્સ સીટી ખાતે આવેલા રોબોટિક ગેલેરીમાં પ્રદર્શિત કરવામાં આવ્યો છે. જેથી આ પ્રકાર આધુનિક રોબોર્ટ અંગે નાગરિકોને જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. જે વિદ્યાનગરના વિદ્યાર્થી માટે એજ મોટી ઉપલબ્ધી માની શકાય.