ગુજરાત

gujarat

ETV Bharat / state

ખંભાતમાં રિક્ષા ચાલકની પુત્રીએ ગોલ્ડ મેડલ જીતી સફળતા હાંસલ કરી - આણંદ ખાતે યોજાયેલા પદવીદાન સમારંભ

ખંભાત કોલેજમાં બી.કોમ.ના છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની, પિતા વ્યવસાયે રિક્ષાચાલક, એક સામાન્ય પરિવારમાંથી સંઘર્ષ , દ્રઢ મનોબળ અને મક્કમ નિર્ધાર સાથે એકાઉન્ટ વિભાગમાં ઝળહળતી સફળતા હાંસલ કરી ગોલ્ડ મેડલ મેળવી ખંભાત શહેરમાં આવી સિદ્ધિ હાંસલ કરવા બદલ એકાઉન્ટ સેક્સનના એચઓડી ,કોલેજના પ્રિન્સિપાલ, તથા સંચાલક મંડળે આ વિદ્યાર્થીનીનું સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા.

ખંભાતમાં રિક્ષા ચાલકની પુત્રીએ ગોલ્ડ મેડલ જીતી સફળતા હાંસલ કરી જિલ્લામાં નામ રોશન કર્યું
ખંભાતમાં રિક્ષા ચાલકની પુત્રીએ ગોલ્ડ મેડલ જીતી સફળતા હાંસલ કરી જિલ્લામાં નામ રોશન કર્યું

By

Published : Dec 26, 2020, 8:53 AM IST

Updated : Dec 26, 2020, 12:32 PM IST

  • રિક્ષાચાલકની પુત્રીએ ગોલ્ડ મેડલ જીતી સફળતા હાંસલ કરી
  • દવીદાન સમારંભમાં શિક્ષણપ્રધાનના હસ્તે તેને ગોલ્ડ મેડલ અર્પણ
  • કોલેજના પ્રિન્સિપાલ, તથા સંચાલક મંડળે સન્માન કરી અભિનંદન પાઠવ્યા

આણંદ : ખંભાત કોલેજમાં બી.કોમ.ના છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની, પિતા વ્યવસાયે રિક્ષાચાલક, એક સામાન્ય પરિવારમાંથી સંઘર્ષ , દ્રઢ મનોબળ અને મક્કમ નિર્ધાર સાથે એકાઉન્ટ વિભાગમાં ઝળહળતી સફળતા હાંસલ કરી ગોલ્ડ મેડલ મેળવી ખંભાત શહેરમાં આવી સિદ્ધિ હાંસલ કરવા બદલ એકાઉન્ટ સેક્સનના એચઓડી ,કોલેજના પ્રિન્સિપાલ, તથા સંચાલક મંડળે આ વિદ્યાર્થીનીનું સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા.

ખંભાતમાં રિક્ષા ચાલકની પુત્રીએ ગોલ્ડ મેડલ જીતી સફળતા હાંસલ કરી જિલ્લામાં નામ રોશન કર્યું

પિતાની વાત માથે ચડાવી બંને સંતાનોએ અથાક મહેનત કરી

પ્રાપ્ય માહિતી મુજબ ખંભાતના નગારચી વાડમાં રહેતા મહંમદ રફિકભાઈ મલેક રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. શરૂથી તેઓ મહેનત મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેઓ પોતાના સંતાનોને ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરાવવા ઇચ્છતા હતા. તેથી તેઓએ બંને સંતાનોને ખૂબ મહેનત કરવા જણાવ્યું હતું.પિતાની વાત માથે ચડાવી બંને સંતાનોએ અથાક મહેનત કરી જેના ફળ સ્વરૂપે પુત્ર કેમિકલ થયો. જ્યારે પુત્રી ફરહાનાબાનુ મલેક બી.કોમ.નાના અંતિમ વર્ષમાં એડવાન્સ એકાઉન્ટિંગ અને ઓડીટીંગ વિષયમાં અવવલ રહેતા આણંદ ખાતે યોજાયેલા પદવીદાન સમારંભમાં રાજ્યના શિક્ષણપ્રધાનના હસ્તે તેને ગોલ્ડ મેડલ અર્પણ કરવામાં આવ્યો હતો.

ખંભાતમાં રિક્ષા ચાલકની પુત્રીએ ગોલ્ડ મેડલ જીતી સફળતા હાંસલ કરી જિલ્લામાં નામ રોશન કર્યું

વિદ્યાર્થીને કોલેજના અધ્યાપકોએ પાઠવ્યા અભિનંદન

ખંભાત કોલેજના ઇતિહાસમાં સૌપ્રથમવાર એકાઉન્ટ વિભાગમાં ફરહાનાને ગોલ્ડમેડલ મેળવવા બદલ કોલેજના અધ્યાપક અને એકાઉન્ટ સેક્સનના એચ.ઓ.ડી ભીખુભાઈ રબારી ,પ્રિન્સિપાલ વસિષ્ઠધર ત્રિવેદી તથા સંચાલક મંડળના પ્રમુખ બંકિમચંદ્ર વ્યાસ સહિતના અગ્રણીઓએ આ વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા હતા.

Last Updated : Dec 26, 2020, 12:32 PM IST

ABOUT THE AUTHOR

...view details