- રીક્ષા ચાલકે પોલીસ મથેકે ફોન કરી આપી ખોટી માહિતી
- dysp રાઠોડ અને PI નકુમ નામે જમાવ્યો રોફ
- મહિલા pso એ નોંધાવી ફરિયાદ
આણંદઃ શહેરમાં વિદ્યાનગર પોલીસ મથકે એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં કોઈ એક શખ્સ દ્વારા વિદ્યાનગર કંટ્રોલમાં ફોન કરી એક વ્યક્તિને ઘરે ગાંજોનો મોટો જથ્થો હોવાની જાણ કરી પોલીસ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું, જે અંગે વરધીના આધારે વિદ્યાનગર પોલીસે કાર્યવાહી કરી ઉલ્લેખ વાળી જગ્યાએ વિધિવત રેડ કરી તાપસ કરતા માહિતી ખોટી હોવાનું સપાટી પર આવ્યું હતું. જે અંગે વિદ્યાનગર પોલીસે ખોટો ફોન કરનારા શખ્સ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી છે.
આ પણ વાંચોઃઆણંદ LCBએ લાખોના દારૂ ભરેલા ટેમ્પો સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા
આવેલા ફોન નંબરના આધારે તાપસ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી
પ્રાપ્ત માહિતી મુજબ 27 જૂનના દિવસે વિદ્યાનગર પોલીસ મથકે કંટ્રોલના નંબર પર કોઈ અજાણી વ્યક્તિએ ફોન કરી, પોતે dysp રાઠોડ બોલું છું, તેમ જણાવી વિદ્યાનગરના હરિઓમ નગરમાં રહેતા નટુભાઈ ભાજીયાવાળાના ઘરે ત્રણ કિલો ચરસનો મોટો જથ્થો રાખેલો છે તેમ જણાવી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા જણાવ્યું હતું, dysp રાઠોડ તરીકે પોલિસ કંટ્રોલના નંબર પર રોફ મારતા પોલીસે તાત્કાલિક વિધિવત રીતે ઉલ્લેખ વાળી જગ્યાએ રેડ કરી ઝીણવટથી તાપસ કરી હતી પરંતુ કોઈ અવેધ ગતિવિધિ ધ્યાને આવી ન હતી. તે દરમિયાન વિદ્યાનગર કંટ્રોલના આ વ્યક્તિએ ફરી ફોન કરીને પોલીસ ઇન્સપેક્ટર નકુમના નામે કંટ્રોલ પર ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી સાથે અસભ્ય ભાષામાં વાત કરી અપશબ્દો બોલતા મહિલા પોલીસ દ્વારા ઉચ્ચ અધિકારીઓને ઘટના અંગે અવગત કરતા પોલીસ દ્વારા શકને આધારે તાપસ હાથ ધરી હતી. જેમાં કોઈ અધિકારી દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે કે, તેમ અને આવેલા ફોન નંબરના આધારે તાપસ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.