- આણંદ નગરપાલિકાના 6 વોર્ડમાં કોંગ્રેસનો દબદબો
- બાકીના વોર્ડ નિર્ણાયક ભૂમિકા ભજવશે: શહેર પ્રમુખ
- બીજેપી 35 જેટલી બેઠકો સાથે સત્તા હાંસિલ કરશે: શહેર પ્રમુખ
આણંદ:સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામો જાહેર થઈ રહ્યા છે. એક બાદ એક નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટી વિજય હાંસલ કરી રહ્યું છે, ત્યારે આણંદ જિલ્લાના જિલ્લા મથક આણંદ શહેરની નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી શરૂઆતના છ વોર્ડમાં કોંગ્રેસથી પાછળ ચાલી રહી છે. આણંદ શહેર ભાજપ પ્રમુખ મયુર પટેલ સાથે ETV ભારતે ખાસ વાતચીત કરી હતી. આણંદ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મયુર પટેલ ETV ભારતને જણાવ્યું હતું કે, આણંદ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં તથા વોર્ડ નંબર-3માં સૌ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીના એક-એક ઉમેદવારે જીત મેળવી છે. આ સાથે જ વોર્ડ નંબર સાતથી વોર્ડ નંબર-13માં ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક વિજય મેળવી અંદાજે 32થી 3૫ જેટલી બેઠકો પર ભગવો લહેરાવી ભારતીય જનતા પાર્ટી આણંદ નગરપાલિકામાં સત્તા હાંસલ કરશે. આ સાથે જ વોર્ડ -2માં ભારતીય જનતા પાર્ટીની પેનલની જીત થઈ છે.